હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (ખા) ગામે રહેતા યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત


SHARE











ટંકારાના ઘુનડા (ખા) ગામે રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા કિશન ઉર્ફે ક્રીશ મુકેશભાઈ માલકીયા (19) નામના યુવાને રહેણાંક મકાનની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને  જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના ચેતનભાઇ કડવાતર ચલાવી રહ્યા છે તેની પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાનની સગાઈ થઈ ગયેલ હતી જો કે, તેને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે અંગેની તપાસ ચાલી રહી છે.

બાઇક સ્લીપ

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ રામરાજ સિરામિક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા મુકુંદ બાસુકી રાય નામના વ્યક્તિ બાઈકમાં ઢુવા માટે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા થતાં તેને મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News