મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક સીરામિક કારખાનામાં પાણીના ટાંકામાં પડી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE







મોરબી નજીક સીરામિક કારખાનામાં પાણીના ટાંકામાં પડી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત

મોરબી તાલુકાના નીચે માંડલ ગામ પાસે આવેલ સીરમિક કારખાનામાં પિતા કામ કરતા હતા ત્યાં પાછળના ભાગમાં પાણીના ટાંકામાં પડી જવાના કારણે ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે આવેલ રાધે સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સુનિલભાઈ ડામોરનો ત્રણ વર્ષનો દીકરો ઋત્વિક તેના પિતા સીરામીક કારખાનામાં કામ કરતા હતા દરમિયાન પાછળના ભાગમાં સીરામીકના કારખાનાની અંદર આવેલ પાણીના ટાંકામાં ડૂબી ગયો હતો જેથી તે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

300 લીટર દેશી દારૂ સાથે મહિલા પકડાઈ

મોરબીના વજેપર શેરી નં-24 માં રહેતા મનીષાબેન થરેસાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 60,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને મહિલા આરોપી મનિષાબેન સુરેશભાઈ રેસા (45) રહે. વજેપર શેરી નં-24 મોરબી વાળીની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ દારૂનો જથ્થો એજાજ મદભાઈ ચાનિયા રહે. કાલીકા પ્લોટ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે અને માલ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News