મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી એબીવીપીએ GCAS પોર્ટલના ધાંધિયાના લીધે વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ દૂર કરવા કરી માંગ


SHARE







મોરબી એબીવીપીએ GCAS પોર્ટલના ધાંધિયાના લીધે વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ દૂર કરવા કરી માંગ

મોરબીમાં એબીવીપી દ્વારા GCAS પોર્ટલમાં આવનારા વર્ષથી ખાનગી વિશ્વ વિદ્યાલયોનો સમાવેશ કરવા તથા ચાલુ વર્ષે મોક રાઉન્ડથકી પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવાનું રજૂઆત સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષથી ગુજરાતની 14 રાજ્ય વિશ્વવિધાલયોનો પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ થકી કરવાનો પ્રયાસ કરવા આવી રહ્યો છે. જો કે, GCAS પોર્ટલની નિષ્ફળતાના કારણે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પરનો વિધાર્થીઓનો ભરોસો તૂટયો છે. GCAS પોર્ટલ ઝડપથી ચાલતી ન હોવાથી સરકારી મહાવિદ્યાલયો અને વિશ્વવિધાલયોમાં દર વર્ષની સાપેક્ષે પ્રવેશ થયા નથી. પરિણામે, ઇન્ટેક કરતા ખૂબ ઓછી સંખ્યામાં વિધાર્થીઓને જે તે સરકારી સંસ્થાનોમાં પ્રવેશ મળ્યા છે. જયારે બીજી તરફ નિજી મહાવિદ્યાલયો અને વિશ્વવિધાલયો મનફાવે તે પ્રમાણે કોઈપણ પ્રકારના ધારા ધોરણ વગર પોતાના ઇન્ટેક કરતા વધુ પ્રવેશ આપી અને વિધાર્થીઓની ભરતી કરી રહ્યા છે જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક વિષય છે. જેથી ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં મોક રાઉન્ડ ઉમેરી વિદ્યાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવે, પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવવામાં આવે અને વધુ વિલંબ અટકાવી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News