મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્રારા જાહેર માર્ગો પરથી બાંધકામ સામગ્રી દૂર કરવાની સૂચના


SHARE







મોરબી મહાનગરપાલિકા દ્રારા જાહેર માર્ગો પરથી બાંધકામ સામગ્રી દૂર કરવાની સૂચના


મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં લાગુ પડતા તમામ શહેરીજનોને ચોમાસાના આગમનને પગલે શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, ટ્રાફિક અવરજવર સુગમ બનાવવા તેમજ આરોગ્ય-સ્વચ્છતા જાળવવા માટે પ્રી-મોન્સૂન તૈયારી શરૂ કરવામાં આવી છે.

જાહેર માર્ગો, ફૂટપાથો, નાળાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર જગ્યાઓ પર ચાલુ બાંધકામ હોય તેવા સ્થળોએ બાંધકામ સામગ્રી (રેતી, ઈંટો, સિમેન્ટ, કપચી, ખાલી બોરીઓ વગેરે) મૂકી રાખવી દંડનીય ગુનો છે. આવી સામગ્રી નોટીસ મળ્યાની તારીખથી પાંચ દિવસની અંદર હટાવવી ફરજિયાત રહેશે.જો પાંચ દિવસની મુદત પછી પણ જાહેર જગ્યાએ બાંધકામ સામગ્રી મળી આવશે, તો તે સામગ્રી મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ દ્વારા નોટીસ વિના દૂર કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિ કે માલિક સામે કાયદાનુસાર દંડ કરવામાં આવશે.આ ઉપરાંત, જો કોઇ કિસ્સામાં જાનહાની થશે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.






Latest News