મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં પેકેજિંગ એસો. દ્વારા ઉઘરાણી છૂટી કરવા હાથ ધરાયેલ ઓપરેશન સિલકને પેપર મીલ એસો.નો પણ ટેકો


SHARE







મોરબીમાં પેકેજિંગ એસો. દ્વારા ઉઘરાણી છૂટી કરવા હાથ ધરાયેલ ઓપરેશન સિલકને પેપર મીલ એસો.નો પણ ટેકો

મોરબીમાં કોરોગેટેડ બોક્ષ બનાવતા કારખાનેદારોના ઉઘરાણીના રૂપિયા સીરામીક કારખાનાઓમાંથી લાંબા સમયથી છૂટતા નથી જેથી “ઓપરેશન સિલક” પેકેજિંગ યુનિટ ધરાવતા કારખાનેદારો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરતનગર ગામે આવેલ સમાજવાડી ખાતે મિટિંગ મળી હતી જેમાં લાંબા સમયથી પૈસા ન આપતા સીરામીક કારખાનેદારોની બ્લેક લિસ્ટ કરીને જે તે સિરામિક વાળાને જાણ કરવામાં આવશે અને તેઓને બોક્ષના માલની સપ્લાય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને આ તકે મોરબી પેપરમીલ એસો. દ્વારા પણ પેકેજિંગ વાળાઓએ શરૂ કરેલ અભિયાનને ટેકો આપવાનું જાહેર કર્યું છે.

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ઉદ્યોગ ધંધામાં આર્થિક મૂંઝવણ મોટા પ્રમાણમાં જોવા મળી રહે છે તેવું કહીએ તો તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ કોરૂગેટેડ બોક્ષ બનાવતા પેકેજિંગ વાળાઓ મોરબીના સીરામીક ઉદ્યોગકારોને માલની સપ્લાય કરે છે જો કે, જે તે પેકેજિંગ વાળાને માલની ખરીદી કર્યા બાદ લાંબા સમય સુધી સિરામિક વાળા રૂપિયા આપતા નથી અને જે પેકેજિંગ વાળા પાસે રૂપિયા બાકી હોય તે સિવાય બીજી કંપનીમાંથી બોક્સની ખરીદી શરૂ કરી દેવામાં આવે છે.

જેથી કરીને પેકેજિંગ વાળાઓએ છેલ્લા મહિનાઓમાં વારંવાર મીટીંગો કરી હતી અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે તેના ભાગરૂપે તાજેતરમાં મોરબી નજીકના ભરતનગર ગામે આવેલ સમાજ વાડી ખાતે પેકેજિંગ વાળાઓની મીટીંગ મળી હતી અને તેમાં તમામ હોદ્દેદારો સહિતના સભ્યો હાજર રહ્યા હતા અને મોરબીમાં જે સિરામિક વાળા પાસેથી પેકેજિંગ વાળાને રૂપિયા લેવાના બાકી હશે તેને બ્લેક લિસ્ટ કરવામાં આવશે અને તેની જાણ સિરામિક કંપની વાળાઓને કરવામાં આવશે અને જે તે કંપનીને મોરબીમાંથી પેકેજિંગ વાળા બોક્સની સપ્લાઈ કરશે નથી. તેવો નિર્ણય કરવામાં આવેલ છે.

આ બેઠકમાં મોરબી પેપર મીલ એસો.ના પ્રમુખ શૈલેષભાઈ હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે “ઓપરેશન સિલક” પેકેજિંગ વાળાઓએ શરૂ કર્યું છે તે ખરેખર વર્તમાન સમયની જરૂરિયાત છે જેથી આ ઓપરેશનને પેપરમીલ એસો.નો ટેકો જાહેર કરવામાં આવ્યો છે આ મિટિંગમાં સંસ્થાના પ્રમુખ પાર્થભાઈ, દીપકભાઈ, પ્રતિકભાઇ, ધ્રુવભાઈ, હાર્દિકભાઈ, પ્રકાશભાઈ, રાજુભાઈ, મેહુલભાઈ, પિયુષભાઈ, ધીરેનભાઈ, દલસુખભાઈ, ભાવેશભાઈ, નિલેશભાઈ, જયદીપભાઇ, ચિરાગભાઈ, સમીરભાઈ, પ્રયાગભાઈ, આકાશભાઈ, સાવનભાઈ, કાર્તિકભાઈ સહિતના લોકો હાજર રહ્યા હતા

અંતમાં પેકેજિંગ એસો, પ્રમુખે જણાવ્યુ હતું કે, જે મીટીંગો મળી રહી છે અને તેમાં જે નિર્ણય લેવાઇ રહ્યા છે તે સહુના હિત માટે છે જેથી કરીને તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તે જરૂરી છે અને જો કોઈ કારખાનેદાર દ્વારા કોરોગેટેડ બોક્ષ બનાવતા કારખાનેદારના રૂપિયા જે સિરામિક કારખાનામાં લાંબા સમયથી બાકી હોય તે કારખાના માલની સપ્લાઈ કરવામાં આવશે તો તેને મોરબીની પેપર મીલમાંથી પેપરની સપ્લાય બંધ કરવામાં આવે તેવો નિર્ણય ભવિષ્યમાં કરવામાં આવે તો નવાઈ નથી.






Latest News