મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સો 34,200 ની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબીના વનાળીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સો 34,200 ની રોકડ સાથે ઝડપાયા

મોરબીના વનાળીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 34,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વનાળીયા ગામની સીમમાં આવેલ ગણેશભાઈ ગંગારામભાઈ દેકાવાડિયાની વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અભરામભાઈ મુસાભાઇ લૂઢર રહે. વનાળીયા, યુનુસભાઇ હાજીભાઈ કાળા રહે. વનાળીયા, પ્રજ્ઞેશભાઈ ગોવિંદભાઈ પરમાર રહે. નવા સાદુળકા, મગનભાઈ ભુરાભાઈ વીરસોડીયા રહે. લક્ષ્મીનગર અને ભરતભાઈ પરબતભાઈ અમૃતિયા રહે. દરબારગઢ પાસે સ્વામિનારાયણ શેરી મોરબી વાળા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 34,200 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ નવસર્જન સ્કૂલની પાછળના ભાગમાં યોગેશ પાર્કમાં રહેતા સોરીયા નરસીભાઈ ગોવિંદભાઈ (60) નામના વૃદ્ધને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે તેને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સનવર્લ્ડ સિરામિક કારખાના પાસે રહેતા યોગેશ દેવાભાઈ ગુર્જર (22) નામના યુવાનને મુકેશભાઇ નામના શખ્સને લોખંડના સળિયા વડે માર માર્યો હતો જેથી તેને ઈજા થઈ હતી માટે યુવાનને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. 






Latest News