મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા અને જબલપુરમાં હાર્ટ એટેકથી બે યુવાન અને એક આધેડનું મોત


SHARE







મોરબી શહેર-તાલુકા અને જબલપુરમાં હાર્ટ એટેકથી બે યુવાન અને એક આધેડનું મોત

મોરબીના એસપી રોડે, ટંકારાના જબલપુર ખાતે અને લખધીરપુર રોડ ઉપર આવેલમાં જુદીજુદી ત્રણ જગ્યાએ હાર્ટ એટેકથી બે યુવાન અને એક આધેડનું મોત નીપજયું છે જેથી આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર ગામ નજીક આવેલ એસપી રોડ ઉપર એક્સેલ ક્રિકેટ એકેડમી ખાતે સ્પોર્ટ્સ પ્લેયર તરીકે કામ કરતા અને ત્યાં જ રહેતા મૂળ તમિલનાડુના રહેવાસી વિષ્ણુ દેવાનંદ આગામુડીમુદલીયાર (22) નામનો યુવાન એક્સેલ એકેડમી ખાતે કસરત કરતો હતો ત્યારે અચાનક તબિયત ખરાબ થઈ જતા તે ખુરશી ઉપર બેસી ગયો હતો અને બાદમાં રૂમમાં જઈને આરામ કરતો હતો અને સૂતો હતો ત્યાર બાદ તેને ઉઠાડવા છતાં તે ઉઠ્યો ન હતો જેથી તેને બેભાન હાલતમાં તાત્કાલિક રિક્ષામાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેક્સિસ ગ્રેનાઈટો કારખાનામાં રવાપર નજીક આવેલ બોની પાર્કમાં રહેતા પ્રાણજીવનભાઈ ધરમશીભાઈ અમૃતિયા (55) નામના આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને રાકેશભાઈ જયંતીભાઈ અમૃતિયા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા નવનીતભાઇ સવજીભાઈ સાલાણી (35) નામનો યુવાન તેના ઘરે હતો ત્યારે તેને હાર્ટ એટેક આવી જતા તેને મૃત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવની વધુ તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરાઈ હતી.






Latest News