મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ખનીજ માફિયાઓની દાદાગીરી: વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં મુકેલ ડમ્પર ફોર્ચ્યુનર ગાડીમાં આવેલ બે શખ્સો બળજબરીથી છોડાવી ગયા !


SHARE







ખનીજ માફિયાઓની દાદાગીરી: વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં મુકેલ ડમ્પર ફોર્ચ્યુનર ગાડીમાં આવેલ બે શખ્સો બળજબરીથી છોડાવી ગયા !

મોરબી જિલ્લામાં ખનીજ માફિયાઓની દાદાગીરી હોય તે પ્રકારનો ઘાટ જોવા મળ્યો છે અને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રેતી ભરેલ ડમ્પર ગાડીને પકડીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં મૂકવામાં આવી હતી દરમિયાન ફોર્ચ્યુનર ગાડીમાં આવેલા બે શખ્સોએ ખાણ ખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી પાઇપ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાંથી ડમ્પરને બળજબરી પૂર્વક લઈ ગયા હતા જેથી હાલમાં ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પરચાલક તથા ફોરચુનર ગાડીમાં આવેલા બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં સર્કિટ હાઉસની બાજુમાં સાઈરાજ-2 સોસાયટી ખાતે રહેતા અને ખાણ ખનીજ વિભાગમાં માઈન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વિરપાલસિંહ સતુભા જાડેજા (32)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 3 સિયું 0018 નો ડ્રાઇવર તથા ફોર્ચ્યુનર ગાડી નંબર જીજે 3 કેએચ 8390 નો ચાલક અને તેની સાથે આવેલ શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવેલ છે કે ડમ્પરમાં ગેરકાયદે સાદી રેતી ખનીજ રોયલ્ટી કે ડીસી પાસ વગર લઈ જતા હતા જેને પકડીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે થઈને ડમ્પરને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન લાઈનની પાછળના ભાગમાં આવેલ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું હતું અને ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખીને અન્ય કાર્યવાહી કરવા માટે થઈને તેઓ ગયા હતા દરમિયાન પાછળથી ફોર્ચ્યુનર ગાડીમાં બે શખ્સો ત્યાં વાંકાનેર સિટી પોલીસ લાઈનની પાછળના ભાગમાં આવેલ ગ્રાઉન્ડમાં આવ્યા હતા અને ફોર્ચ્યુનરમાં આવેલા શખ્સોએ સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી ઝઘડો કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને પાઇપ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરીપૂર્વક ત્યાંથી ડમ્પરને લઈ જવામાં આવ્યું હતું જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News