મોરબી: દવા પી ગયેલા નાળીયેરી ગામના યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીના રંગપર ગામે મારામારીમાં યુવાન અને જોધપર ગામે મારામારીમાં વૃદ્ધને ઇજા થતાં સારવારમાં મોરબીમાં ગુરુ નાનક જયંતી નિમિતે યોજાયેલ લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિભાઇ અમૃતિયા જોડાયા મારવણીયા પરિવારના સ્નેહ મિલન કાર્યકમમાં મોરબીની જેની મારવણિયાનું કરાયું વિશેષ સન્માન મોરબીના ઘોડાધ્રોઈ ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવા પંકજ રાણસરિયાએ કરી રજુઆત મોરબી ડિસ્ટ્રિક્ટ NIMA ના તબીબો જોડાશે ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાનમાં મોરબી મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને ખાડામાં નાખીને સળગાવી દેવાના કેસમાં એક આરોપીની જામીન નામંજૂર ભાજપમાં ભડકો: સંપૂર્ણ બહુમતી વળી હળવદ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેને મૂક્યું રાજીનામું !
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી ગામે વાડીમાં ગાંજાની ખેતી !: છોડ, ડાંખળા અને પાંદડા મળીને 11 કિલો 660 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ


SHARE







































વાંકાનેરના રાતીદેવડી ગામે વાડીમાં ગાંજાની ખેતી !: છોડ, ડાંખળા અને પાંદડા મળીને 11 કિલો 660 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ

વાંકાનેરના રાતીદેવડી ગામની મલ્લાવાળી સીમમાં આસોઈ નદીના કાંઠે આવેલ વાડીમાં વૃદ્ધે ગંજાની ખેતી શરૂ કરી હતી જેની જાણ એસઓજીની ટીમને થયેલ હતી જેથી ત્યાં વાડીમાં રેડ કરવામાં આવતા વાઢિ કાપીને સુકાવા રાખેલ અર્ધ સુકાયેલા ગાંજાના છોડ તથા ગાંજાના ડાંકળા અને પાંદડા સહિત કુલ મળીને 11 કિલો 660 ગ્રામ વજનનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1,16,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની મલ્લાવાળી સીમમાં આસોઇ નદીના કાંઠે બચુભાઈ સાકરીયાની વાડી આવેલ છે અને તે વાડીમાં ગાંજાનું વાવેતર કરીને છોડ વાઢી કાપીને સૂકવી વેચાણ કરવાની તૈયારી કરતા હતા તેવામાં એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મૂળ સહિત અર્ધ સુકાયેલ ગાંજાના 190 નંગ છોડ જેનું ચોખ્ખું વજન 5 પાંચ કિલો 605 ગ્રામ તથા વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના ડાંખળા અને પાંદડાનું ચોખ્ખું વજન 6 કિલો 055 ગ્રામ આમ કુલ મળીને 11 કિલો 660 ગ્રામ મુદ્દામાલ મળી આવ્યો છે જેની કિંમત 1,16,600 થાય છે તે મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી બચુભાઈ રાણાભાઇ સાકરીયા (80) રહે. રાતીદેવરી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.














Latest News