મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

સમરસ પંચાયત: મોરબીના કેરાળી ગામે સરપંચ અને સભ્યોમાં પ્રથમ વખત મહિલાઓને તક


SHARE













સમરસ પંચાયત: મોરબીના કેરાળી ગામે સરપંચ અને સભ્યોમાં પ્રથમ વખત મહિલાઓને તક

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાંથી વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તેના માટેના પ્રયાસો સ્થાનીક આગેવાનો સહિતના લોકો દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી તાલુકાના કેરાળી ગામની વાત કરીએ તો કેરાળી ગ્રામ પંચાયતમાં આ વખતે સરપંચ અને સભ્યોમાં તમામ મહિલાની પસંદગી કરવામાં આવી છે અને આ કેરાળી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જ્યોત્સ્નાબેન વનરાજભાઈ મારુ બિનહરીફ ચૂંટાઈ આવેલ છે અને આખી પંચાયત સમરસ બની છે.

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ઘણી બધી પંચાયતો એવી છે કે જ્યાં ચૂંટણી નહીં પરંતુ ગામમાં એકતા જળવાઈ રહે અને સરકારી ગ્રાન્ટનો વધુમાં વધુ લાભ ગામને મળે તેના માટે થઈને તે ગ્રામ પંચાયતને આગેવાનો સહિતનાઓ મહેનત કરીને સમરસ બનાવતા હોય છે ત્યારે જો મોરબી તાલુકાના કેરાળી ગામની વાત કરીએ તો કેરાળી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થાય અને ગ્રામ પંચાયત સમરસ બને તેના માટે થઈને સ્થાનિક આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી જેથી કેરાળી ગ્રામ પંચાયત બિનહરીફ સમરસ બનેલ છે.

આ કેરાળી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે જ્યોત્સનાબેન વનરાજભાઈ મારુ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે તે ઉપરાંત સભ્યમાં ગૌરીબેન રણજીતભાઈ બાલાસરા, જયશ્રીબા ગીરીરાજસિંહ જાડેજા, મધુબેન કરસનભાઈ હુંબલ, દક્ષાબેન કિરણભાઈ ડાંગર, રમાબેન જયેશભાઈ ચાવડા, ગીતાબેન દીપકભાઈ ચાવડા અને લક્ષ્મીબેન પ્રેમજીભાઈ ચાવડા પણ બિનહરીફ ચૂંટાયેલા છે આમ આખી કેરાળી ગ્રામ પંચાયત સમરસ બની છે.

ઉલ્લેખનીય છે કે, કેરાળી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી ત્યારથી આજ સુધીમાં પ્રથમ વખત સરપંચ અને તમામ સભ્યો મહિલા હોય તે રીતે આ વખતે સમરસ બનેલ છે અને આ ગામના લોકોની એકતા જળવાઈ રહે તેમજ ગામને સરકારી યોજનાનો વધુમાં વધુ લાભ મળે તેની સાથોસાથ સરપંચ અને સભ્યોમાં મહિલા હોય તો સરકાર તરફથી ગામને વિશેષ લાભ આપવામાં આવે છે જેથી આ વખતે ગ્રામ પંચાયતની બોડી મહિલાઓની બનાવવામાં આવેલ છે તેવી માહિતી આ ગામના આગેવાન અમુભાઈ રાણાભાઈ હુંબલ પાસેથી જાણવા મળેલ છે.






Latest News