મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારા નજીક થયેલ લૂંટના ગુનામાં રિકવર કરેલ 72.50 લાખ અને 63 મોબાઈલ મળીને 82.50 લાખનો મુદામાલ એસપીના હસ્તે મૂળ માલીકને પરત


SHARE







ટંકારા નજીક થયેલ લૂંટના ગુનામાં રિકવર કરેલ 72.50 લાખ અને 63 મોબાઈલ મળીને 82.50 લાખનો મુદામાલ એસપીના હસ્તે મૂળ માલીકને પરત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી રોકડા રૂપિયા 90 લાખની લૂંટ કરવામાં આવી હતી તે લૂંટ પૈકીના 72.50 લાખ રૂપિયા તથા ચોરાઈ ગયેલ કે ખોવાઈ ગયેલા મોબાઇલ શોધી કાઢવામાં આવ્યા હતા અને જે અંદાજે 10 લાખ કરતા વધુની કિંમતના 63 મોબાઈલ ફોન તેઓના મૂળ માલિકને આજે એસપીની હાજરીમાં પરત આપવામાં આવ્યા હતા

પોલીસ વિભાગ દ્વારા તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોની મિલકત ખોવાઈ કે ચોરાઈ ગઈ હોય તો તેને શોધીને પરત આપવામાં આવે છે તેવી જ રીતે ચોર પાસેથી મિલકતને રિકવર કરવામાં આવી હોય તો તે મિલકતોને મૂળ માલિકોને પરત આપવા માટેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે દરમિયાન મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા નજીક આવેલ ખજુરા હોટલ પાસે રાજકોટ તરફથી મોરબી આવી રહેલા આંગડિયા પેઢીના સંચાલક નિલેશભાઈ ભાલોડીને કારથી આંતરીને લૂંટ ચલાવવામાં આવી હતી અને 90 લાખ રૂપિયાની લૂંટ કરી હતી જે પૈકીના 72.50 હજાર રૂપિયા ગણતરીની કલાકોમાં ટંકારા પોલીસ દ્વારા રિકવર કરી લેવામાં આવ્યા હતા અને આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ મળીને ચાર આરોપીને પકડીને જેલમાં કરવામાં આવી છે અને અન્ય આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે દરમિયાન આ બાબતે કોર્ટના આદેશ મુજબ આજે નિલેશભાઈ ભાલોડીને મોરબી એસપી કચેરી ખાતે બોલાવીને એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં 72.50 લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા તેની સાથોસાથ મોરબી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોના ખોવાઈ ગયેલ કે ચોરાઈ ગયેલ મોબાઈલ ફોનની અરજી લઈને પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં 63 જેટલા મોબાઈલ કે જેની કિંમત 10 લાખ કરતા વધારે થાય છે તે કુલ મળીને 82.50 લાખનોનો મુદ્દામાલ મૂળ માલિકને પરત આપવામાં આવ્યો હતો અને જે લોકોના મોબાઇલ ફોન કે વાહન ખોવાઈ કે ચોરાઈ જાય તેઓ ઈ એફઆઈઆર કરી શકે છે અને આ અંગેની તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ 






Latest News