મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને માળીયામાં દારૂની વિદેશી દારૂની ત્રણ રેડ, 29 બોટલ દારૂ-72 બિયરના ટીન કબ્જે: 4 શખ્સ પકડાયા-બેની શોધખોળ


SHARE











મોરબી, વાંકાનેર અને માળીયામાં દારૂની વિદેશી દારૂની ત્રણ રેડ, 29 બોટલ દારૂ-72 બિયરના ટીન કબ્જે: 4 શખ્સ પકડાયા-બેની શોધખોળ

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ કાચા રસ્તા ઉપર વિનાયક વે બ્રિજની પાછળના ભાગમાં પાટીદાર સ્ક્રેપની બાજુમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 12 બોટલ દારૂ તથા 70 બિયરના ટી સાથે બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે 37,000 ની કિંમતના દારૂ બિયરના જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી અને અન્ય બે શખ્સના નામ સામે આવ્યા હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી સામે કાચા રસ્તા ઉપર વિનાયક વે બ્રિજની પાછળના ભાગમાં પાટીદાર સ્ક્રેપની બાજુમાં ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 12 બોટલો તથા અલગ અલગ બિયરના 70 ટી મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 37,000 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો અને આ મુદ્દામાલ મંગાવીને પોતાના કબજાના રાખીને વેચાણ કરનારા ઈમ્તિયાઝ મુસ્તુફાભાઈ સિપાહી (38) રહે. પંચાસર રોડ જનક સોસાયટી બ્લોક નં-122 મોરબી અને ધ્રુવભાઈ કાંતિભાઈ ફુલતરીયા (37) રહે. બોની પાર્ક શેરી નં-2 રવાપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જનકસિંહ ઝાલા રહે. રંગપર અને રાજસ્થાની ડ્રાઇવર આમ બે શખ્સોના નામ સામે આવ્યા છે જેથી કુલ મળીને 4 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

માળીયા (મી)ના ખાખરેચી ગામે રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા 1,600 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે નવઘણભાઈ ભીમાભાઇ સનુરા (22) રહે. જુના ઘાટીલા તાલુકો માળીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે.

15 બોટલો-2 બિયરના ટીન કબ્જે

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના નાળા પાસે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી તેને સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 15 બોટલો તથા બિયરના 2 ટી મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 4,140 ની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કાળુભાઈ દિલુભાઈ ખાચર (37) રહે. ઠિકરીયાળી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News