મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર, તાલુકા અને મોરબીમાં વિદેશદારૂની ત્રણ રેડ: 3 બોટલ દારૂ 2 બિયર સાથે ત્રણ શખ્સ પકડાયા, એકની શોધખોળ


SHARE







વાંકાનેર શહેર, તાલુકા અને મોરબીમાં વિદેશદારૂની ત્રણ રેડ: 3 બોટલ દારૂ 2 બિયર સાથે ત્રણ શખ્સ પકડાયા, એકની શોધખોળ

વાંકાનેર શહેર, તાલુકા અને મોરબી શહેરી વિસ્તારમાં દારૂની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે ત્રણ બોટલ દારૂ અને બિયરના બે ટીન પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ અક્ષર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ સામે જાહેર રસ્તા ઉપર થી પસાર થઈ રહેલ કાર નંબર જીજે 6 ટીસી 1948 ને રોકીને પોલીસ કરતાં તે કારમાં જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે 4,00,000 ની કિંમતની ગાડી અને 250 રૂપિયાની કિંમતની દારૂની બોટલ આમ કુલ મળીને 4,00,250 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી ગૌતમભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ (30) રહે હાલ ભીમગુડા ગામ નજીક એક્સેલ પેપર મિલ સામેના ભાગમાં વાંકાનેર મૂળ રહે. અમરદળ તાલુકો રાણાવાવ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલ તેણે મુકેશભાઈ રહે. જામસર તાલુકો વાંકાનેર વાળા પાસેથી લીધી હોવાનું સામે આવતા બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જીત ઇલેક્ટ્રીક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ દારૂ મળી આવતા પોલીસે 600 રૂપિયા ની કિંમતની દારૂની બોટલ સાથે સાહિલ ફિરોજભાઈ પીલુડિયા (30) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગૂનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમ આવેલ સોમનાથ હોટલ સામે હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહેલા બાઈક નંબર જીજે 3 ડીજે 0707 પસાર થઈ રહ્યું હતું જેને રોકીને બાઈક ઉપર જઈ રહેલા શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરતા તેની પાસેથી બિયરના બે ટીમ મળી આવ્યા હતા જેથી 440 ની કિંમત ના બિયરના ટીન તથા 30,000 રૂપિયાની કિંમત બાઇક આમ કુલ મળીને 30440 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી પ્રવીણભાઈ નથુભાઈ મેર (22) રહે રંગપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News