મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બકરી ઈદ અનુસંધાને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું


SHARE







મોરબી જિલ્લામાં બકરી ઈદ અનુસંધાને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લામાં બકરી ઈદના તહેવારને અનુસંધાને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર કોઈપણ ઈસમે આગામી તા.૯/૬/૨૦૨૫ સુધી અધિકૃત કતલખાનાની બહાર કે કોઈ જાહેર ખાનગી સ્થળોએ જ્યાં બહારથી જોઈ શકાય તેવી રીતે કોઈપણ પશુઓની કતલ કરવી નહીં. સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારની હદમાં કોઈ શેરીમાં જાહેર સ્થળોમાં દેખાય તે રીતે અન્ય પશુની કતલ કરવી નહીં. બકરી ઈદના તહેવાર પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહીં. આ જાહેરનામું આગામી તા ૯/૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા આ જાહેરનામનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા અનુસાર શિક્ષાને પાત્ર થશે.






Latest News