મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી વિસ્તારના પરવાનેદારોને હથિયાર જમા કરાવવા જાહેરનામુ પ્રસિદ્ધ


SHARE











મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી વિસ્તારના પરવાનેદારોને હથિયાર જમા કરાવવા જાહેરનામુ પ્રસિદ્ધ

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજનાર છે.જે અન્વય જિલ્લામાં ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જેથી આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જિલ્લા જે ગામોમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારના સ્વરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર જમા કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી જિલ્લા જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારના સ્વરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર ૧૧/૦૬/૨૦૨૫ સુધીમાં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે. આ જાહેરનામુ ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારી/અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવેલ છે. તમામ મેજિસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટરમ, ઇન્કમટેક્સ, સેન્ટ્રલ એક્સાઇઝ, પોર્ટ, રેલવે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ/ કર્મચારીઓને હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી/ અર્ધસરકારી સંસ્થાઓ (બેંક કોર્પોરેશન સહિત)ના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પરવાના વાળા હથિયારો જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શિયલ બેંક, એટીએમ તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિક્યુરિટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે,


વધુમાં તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી દિવસ-૭ માં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરવાની રહેશે અને આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે. આ જાહેરનામુ ૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર શસ્ત્ર અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા મુજબ શિક્ષાને પાત્ર થશે.






Latest News