સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે ઉપર 90 લાખની લૂંટના ગુનામાં મુખ્ય આરોપી હિતેશ ચાવડાની ધરપકડ: 10 મી સુધીના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબી રાજકોટ હાઇવે ઉપર 90 લાખની લૂંટના ગુનામાં મુખ્ય આરોપી હિતેશ ચાવડાની ધરપકડ: 10 મી સુધીના રિમાન્ડ મંજૂર

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ધોળા દિવસે આંગડિયા પેઢીના સંચાલકની કારને ટક્કર મારીને રોકડા 90 લાખ રૂપિયાની લૂંટ કરી હતી જે ગુનામાં ભાગી છૂટેલા આરોપીઓમાંથી મુખ્ય સૂત્રધારની ટંકારા તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં આરોપીને રિમાન્ડ ઉપર લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

રાજકોટની બેંકમાંથી રોકડા રૂપિયા ઉપાડીને નિલેશભાઈ ભાલોડી નામના આંગડિયા પેઢીના સંચાલક પોતાની કારમાં ડ્રાઇવર સાથે રોકડા રૂપિયા લઈને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે મિતાણા નજીક તેની કારને આંતરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલ પાસે આંગડિયા પેઢીના સંચાલકની કારની પાછળ લૂંટારુ દ્વારા કાર અથડાવીને અકસ્માત કરવામાં આવ્યો હતો અને બે ગાડીમાં આવેલા લુટારો દ્વારા નિલેશભાઈ ભાલોડીની કારમાંથી રોકડા રૂપિયા 90 લાખ ભરેલ બે થેલાની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં મુખ્ય આરોપી હિતેશભાઈ પાંચાભાઇ ચાવડા (31) રહે સાંજણાસર તાલુકો પાલીતાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડા રૂપિયા એક લાખ કબ્જે કરવામાં આવ્યા હતા અને તેને કોર્ટમાં રજૂ કરીને આગામી તા 10 સુધીના રિમાન્ડ મેળવ્યા છે. તેવી માહિતી ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયા પાસેથી જાણવા મળેલ છે.

આ બાબતે વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે, રાજકોટના રહેવાસી નિલેશભાઈ ભાલોડીની xuv 300 કાર નંબર જીજે 3 એનકે 3502 ને આંતરીને લૂંટ કરીને રોકડા રૂપિયા લઈને બે ગાડીમાં આવેલા લૂંટારુઓ એક ગાડીમાં બેસીને ભાગી ગયા હતા જો કે, ત્યાર બાદ હિતેશ ચાવડા સહિતના ચારથી પાંચ શખ્સો રસ્તામાં તે ગાડીમાંથી નીચે ઉતારી ગયા હતા. અને પોલીસને આ લૂંટની સમયસર જાણ થઈ ગયેલ હતી જેથી પોલીસે નાકાબંધી કરી હતી અને જે ગાડીમાં લૂંટ કરીને આરોપી નાશી ગયા હતા તે ગાડીને ઘેરી લીધી હતી જેથી આરોપીઓ રૂપિયા ભરેલ કાર છોડીને નાસી ગયા હતા.

જો કે, પહેલા પોલીસે આ ગુનામાં અભીભાઈ લાલાભાઇ અલગોતર અને અભિજીતભાઈ ભાવેશભાઈ ભાર્ગવની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 72.50 લાખ રૂપિયા રોકડા અને બે કાર વિગેરે મળીને 81.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ત્યાર બાદ ટીપ આપનાર દિગ્વિજયભાઈ અમરશીભાઈ ઢેઢી આમ કુલ મળીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં મુખ્ય આરોપી હિતેશ ચાવડાની પાલીતાણા તાલુકાના દુધાળા ગામની સીમમાં આવેલ વિજાઆપના આશ્રમ ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે અને લૂંટમાં ગયેલ રકમ પૈકીનાં એક લાખ રૂપિયા તેની પાસેથી કબ્જે કરેલ છે.

વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, હાલમાં પકડાયેલા આરોપી હિતેશ ચાવડાએ દિગ્વિજય ઢેઢી તથા અલ્પેશ નામના પકડવાના બાકી આરોપી સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તેના માટે જરૂરી માણસો તથા વાહનની વ્યવસ્થા હિતેશ ચાવડા દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીઓ દિગ્વિજય ઢેઢીના કારખાનામાં રોકાયા હતા અને લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા લૂંટ કર્યા બાદ કયા રસ્તે થી મોરબી જિલ્લા બહાર નીકળી શકાય તે સહિતની બાબતોની બે દિવસ સુધી આરોપીએ રેકી કરી હતી ત્યાર બાદ ફુલ પ્રુફ પ્લાન કરીને લૂંટની ઘટનાને અંજામ આપેલ હતો. જો કે, પોલીસે તેને નિષ્ફળ બનાવેલ છે. અને આ ગુનામાં સંડોવાયેલ સુરતનો રહેવાસી આરોપી અલ્પેશ પકડાશે ત્યારબાદ હજુ કેટલીક ચોકાવનારી માહિતી સામે આવી તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.






Latest News