મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લાભનગર પાસે બાવળની કાંટમાંથી દારૂની 87 બોટલો ઝડપાઈ, આરોપીની શોધખોળ


SHARE











મોરબીના લાભનગર પાસે બાવળની કાંટમાંથી દારૂની 87 બોટલો ઝડપાઈ, આરોપીની શોધખોળ

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગરમાં કાલીન્દ્રી નદીના કોઝવે પાસે રહેતા શખ્સના ઘરની સામેના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બાવળની કાંટમાંથી દારૂની 87 બોટલ મળી આવી હતી જેથી 43,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જો કે, પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લાભનગરમાં રહેતા ખોડાભાઈ કગથરાના મકાન પાસે દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે કાલીન્દ્રી નદીના કોઝવે પાસે બાવળની કાંટમાંથી દારૂની 87 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 43,500 ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખોડાભાઈ ભરતભાઈ કગથરા રહે. લાભનગર મોરબી વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તેને પોલીસે તજવીજ શરૂ કરી છે

હળવદમાંથી બાઇકની ચોરી
હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા વાસુદેવભાઈ કેશાભાઈ ઇટોદરા (30) નામના યુવાને અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તમે જણાવ્યું છે કે હળવદમાં આવેલ દશામાના મંદિર પાસે જાહેરમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 6 એચઆર 5665 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News