મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અહલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી યોજાઇ


SHARE







મોરબીમાં અહલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી યોજાઇ

મોરબીમાં આજે અહલ્યાબાઈ હોલકરજીની 300 મી જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી યોજાઇ હતી જેમાં ધારાસભ્ય ઉપરાંત જિલ્લા, શહેર ભાજપના હોદેદારો હાજર રહ્યા હતા અને મોરબી શહેરના સામાકાંઠે સોઓરડી ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું.

મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને ભુપતભાઈ જારીયાની આગેવાની હેઠળ આજે મોરબી શહેરમાં અહલ્યાબાઈ હોલકરજીની 300 મી જન્મ જયંતી નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેર તથા જિલ્લાના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આ ઉપરાંત ધારાસભ્યો પણ રેલીમાં જોડાયા હતા તેમજ નગરપાલિકાના માજી સભ્યો સહિતના લોકો મોટી સંખ્યામાં બાઈક રેલીમાં જોડાયા હતા અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી આ બાઈક રેલી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ મોરબીના રામચોક, ગાંધીચોક, વિજય ટોકીઝ, નવાડેલા રોડ, ત્રિકોણબાગ થઈ સામાંકાંઠા આવેલ સોઓરડીમાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું






Latest News