મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ધારિયા-લોખંડના પાઇપથી માર માર્યો


SHARE







મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ધારિયા-લોખંડના પાઇપથી માર માર્યો

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા યુવાનને એકાદ વર્ષ પહેલા તે વિસ્તારમાં રહેતા બે શખ્સોની સાથે ગાળો બોલવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખા રાખીને આરોપીઓએ ધારિયા અને લોખંડના પાઇપ ડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિરની બાજુમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સાતોલા (46)મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા તથા રાજેશ અમરશીભાઈ વરણીયા રહે. બંને ત્રાજપર ખારી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, એકાદ વર્ષ પહેલા ફરિયાદીને આરોપીઓ સાથે ગાળો બોલવા બાબતે બોલચાલી થયેલ હતી તે બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ધારિયા અને પાઇપ વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને મારમાર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News