મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધેલ હોવા છતાં બેંકમાં ચેક રિટર્ન કરીને કેસ કર્યો !


SHARE







ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધેલ હોવા છતાં બેંકમાં ચેક રિટર્ન કરીને કેસ કર્યો !

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા યુવાને રોજના 8 હજાર આપવાના તે રીતે વ્યાજે આઠ લાખ રૂપિયા લીધેલ હતા અને મુદત તેમજ વ્યાજ આપી દીધેલ હોવા છતાં પણ તેની પાસેથી વધુ રૂપિયા લેવા માટે યુવાને આપેલ ચેકને બેંકમાં જમા કરાવીને ચેક રિટર્ન કર્યા હતા અને ત્યાર બાદ મોરબીની કોર્ટમાં કેસ કરીને યુવાનને હેરાન કરવામાં આવે છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા બેચરભાઈ મગનભાઈ ધોડાસરા (23) એ હાલમાં મોરબીમાં રહેતા હિરેનભાઈ રાજેશભાઈ પંડયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2020 માં કોરોના સમયે દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હતી જેથી કરીને તેને હિરેનભાઈ પંડયા પાસેથી 8 લાખ રૂપિયા રોજના 8 હજાર ના વ્યાજે લીધેલ હતા. જેની સામે એચ.ડી.એફ.સી. બેંકના ફરિયાદીના ખાતાના પાંચ કોરા ચેક લીધેલ હતા અને ત્યાર બાદ એક વર્ષ પછી હિરેનભાઈને મુદ્દલ રકમ 8 લાખ પછી આપી દીધી હતી. અને વ્યાજના રૂપિયાની સગવડ ન હોવાથી હિરેનભાઈઅવાર નવાર ફરિયાદીના ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, કટકે કટકે વ્યાજ સહિત કુલ મળીને 18 લાખ જેટલા રુપિયા આપી દીધેલ છે. તો પણ હિરેનભાઇએ વ્યાજના પૈસા દેવાના બાકી છે તેમ કહીને ધમકી આપીને તેની પાસેથી 25 લાખ લીધેલ છે તેવું નોટરી લખાણ કરાવ્યુ હતું. અને તેની પાસેથી પાંચ સહી વાળા પાંચ ચેક લીધેલ હતા. જે ચેક બેંકમા જમા કરાવીને ચેક રિટર્ન થતા ફરિયાદીની સામે મોરબી કોર્ટમા વર્ધ 2022 માં ચેક રિટર્નનો કેસ કરવામાં આવેલ છે. જે કેસ હજુ ચાલી રહ્યો છે. આમ ઉંચા વ્યાજે લીધેલ પૈસા પાછા આપી દેવા છતાં પણ ફરિયાદીની સામે કોર્ટમાં કેસ કરીને હેરાન પરેશાન અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે તેવી ફરિયાદ યુવાને નોંધાવેલ છે.






Latest News