મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક ઘરવખરીનો સમાન લેવા જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ટાયર નીચે કચડી નાખતા કમકમાટી ભર્યું મોત


SHARE







મોરબી નજીક ઘરવખરીનો સમાન લેવા જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ટાયર નીચે કચડી નાખતા કમકમાટી ભર્યું મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ આદિત્ય હોટલની સામેથી બે કૌટુંબિક ભાઈઓ ઘરવખરીનો સામાન લેવા માટે થઈને જતાં હતા ત્યારે રોડ ક્રોસ કરી રહેલા આ બે પૈકીનાં એક યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી અને તે રસ્તા ઉપર ટકાયો હતો ત્યારે તેના માથા અને શરીર ઉપરથી ટ્રકના ટાયરનો જોટો ફરી ગયો હતો જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ ઇટાલસ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા શિવરામસિંઘ દેવીસિંરાજપુત (37)ટ્રક નંબર ટીએમ 52 ક્યુ 8969 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ આદિત્ય હોટલની સામેના ભાગમાંથી ફરિયાદીનો ભાઈ જુગેન્દ્રસિં અને કૌટુંબિક ભાઈ રવિસિંઘ બને ઘરવખરીનો સામાન લેવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે આદિત્ય હોટલ સામે રોડ ક્રોસ કરતા સમયે ફરિયાદીના ભાઈ જુગેન્દ્રસિંને ટ્રક ચાલકે હડફેટે લેતા તે રસ્તા ઉપર નીચે ટકાયો હતો જેથી કરીને તેને માથા અને શરીરના ભાગે ઈજા થઈ હતી ત્યારબાદ ટ્રકના વ્હીલનો જોટો તેના માથાના ભાગ ઉપર અને શરીર ઉપરથી ફરી ળતા તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી ભાગી ગયો હતો જેથી કરીને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.મિશ્રા ચલાવી રહ્યા છે.






Latest News