સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં ઘોડી ભેંસ સાથે અથડાતાં બે યુવાનોને ધોકા-પાઇપ વડે બે શખ્સોએ માર માર્યો


SHARE





ટંકારામાં ઘોડી ભેંસ સાથે અથડાતાં બે યુવાનોને ધોકા-પાઇપ વડે બે શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના સરાયા ગામે ઘોડી લઈને નીકળેલા યુવાનની ઘોડી ભેંસ સાથે ભટકાતા યુવાનને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સે પાઇપ વડે તથા બીજા શખ્સે લાકડાના ધોકા વડે યુવાન સહિત બે વ્યક્તિને માર માર્યો હતો જેથી જા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને હાલમાં વળતી ફરિયાદ નોંધાછે જેમાં નયુમભાઈ મુસાભાઇ વિકીયા (24)ઈરફાન ઈબ્રાહીમભાઇ જુણેજા અને કાળુ મામદભાઈ કેડ રહે. બંને સરાયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી પોતાની ઘોડી લઈને જતો હતો ત્યારે ઈરફાનની ભેંસ સાથે ઘોડી અથડાતા તે બાબતે આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી જેથી તેને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે હાથમાં રહેલ પાઇપ ડે સાહે અયુબભાઈને માથામાં માર માર્યો હતો તેમજ આરોપી કાળુ કેડે લાકડાના ધોકા વડે ફરિયાદીને વાસાના ભાગે તથા સાહેને માથામાં માર માર્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News