હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં દારૂની જુદીજુદી ત્રણ રેડ: ત્રણ શખ્સ પકડાયા, બે મહિલા બુટલેગરની શોધખોળ


SHARE







મોરબી તાલુકામાં દારૂની જુદીજુદી ત્રણ રેડ: ત્રણ શખ્સ પકડાયા, બે મહિલા બુટલેગરની શોધખોળ

મોરબી તાલુકા પોલીસની ટીમે જુદાજુદા ત્રણ જગ્યાએ દેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સને પકડવામાં આવેલ છે અને દારૂ આપવામાં બે મહિલા બુટલેગરના નામ સામે આવેલ છે જેથી તેની સામે પણ ગુના નોંધીને પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબી તાલુકાના ટિંબડી ગામના સીમ વિસ્તારમાં કારખાનાની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 22 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 4,400 ની કિંમતમાં દારૂનો જથ્થો તથા એક મોબાઈલ ફોન મળીને 9,400 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને પોલીસે આરોપી રફિકભાઈ રહીમભાઈ માણેક (24) રહે. વીસીપરા શેરી નં-મોરબી મૂળ રહે. વેલનાથ પરા શેરી નં- 22 રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સે ગુલશનબેન ઉર્ફે મુન્ની સુમરા રહે. વીસીપરા મોરબી વાળા પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવતા હાલમાં બંનેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને મહિલા બુટલેગરને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીમાં પાવળીયારી કેનાલ પાસે આવેલ કારખાના પાસે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 15 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 3,000 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે ઈકબાલભાઈ ગુલામહુસેન માલાણી (44) રહે. માળીયા ફાટક કાંતિનગર મોરબી વાળો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને આ દારૂનો જથ્થો ઝરીનાબેન અનવરભાઈ માલાણી પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા હાલમાં બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યું છે અને મહિલા બુટલેગરને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં પેપરમીલ પાસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 16 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 3,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ રણછોડભાઈ ઝાપડા (31) રહે. રફાળેશ્વર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.






Latest News