મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા વાનગી હરિફાઈનું યોજાઇ


SHARE







મોરબીમાં રોટરી ક્લબ દ્વારા વાનગી હરિફાઈનું યોજાઇ

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા દિવાળીને ધ્યાનમાં રાખીને વાનગી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબીની મહિલાઓએ ભાગ લીધેલ હતો અને આ હરીફાઈ રોટરી ક્લબ દ્વારા મોરબીની દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે રાખવામા આવી હતી જેમાં મહિલાઓ દ્વારા દિવાળી નાસ્તા, દિવાળી મિઠાઈ, મુખવાસ, દીવા તેમજ ચોકલૅટની હરીફાઈમાં ભાગ લેવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટને સફળ બનાવવા રોટરી ક્લબના સભ્યોએ ખુબ જેહમત ઉઠાવેલી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ સોનલ શાહ, બંસી શેઠ, સ્વાતિ પોરિયા, નીલા છનિયરા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી

મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ

માળીયા તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર નિમિત્તે શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના ધોરણ 3 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સુંદર રંગોળીઓ બનાવી હતી. આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News