મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે કાર ચાલક ઉપર રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સનો હુમલો, છરીનો ઘા ઝીકનારા શખ્સની ધરપકડ: બેની શોધખોળ


SHARE











મોરબીમાં કુબેર ટોકીઝ પાસે કાર ચાલક ઉપર રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સનો હુમલો, છરીનો ઘા ઝીકનારા શખ્સની ધરપકડ: બેની શોધખોળ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ ઉપરથી કાર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેના ભાગેથી ટ્રકનો ફુલ સ્પીડમાં ઓવરટેક કરીને રિક્ષાચાલક તેની સામે આવ્યો હતો ત્યારે રીક્ષા ધીમે ચલાવવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી ત્યારબાદ બે અજાણ્યા શખ્સો પણ ત્યાં આવ્યા હતા અને આમ ત્રણ શખ્સો દ્વારા કાર ચાલક સાથે માથાકૂટ કરવામાં આવી હતી ત્યારે રીક્ષા ચાલકે તેની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કરી તેને પેટના ભાગે ગંભીર ઇજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તેના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કૂલની સામેના ભાગમાં આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં સ્નેહ રેસીડેન્સી બ્લોક નંબર ૪૦૨ માં રહેતા જયદીપભાઇ ગટોરભાઈ રાછડીયા જાતે પટેલ (૩૫) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ નીતિનભાઈ સોલંકી અને બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તે જણાવ્યું છે કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે નેશનલ હાઈવે રોડના સર્વિસ રોડ ઉપરથી તેઓ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ફૂલ સ્પીડમાં રીક્ષા ચલાવીને ટ્રકનો ઓવરટેક કરીને રવિ સોલંકી તેની કારની સામે પોતાની રીક્ષા લઈને આવ્યો હતો અને ત્યારે ફરિયાદી યુવાને તેને રીક્ષા ધીમે ચલાવવાનું કહેતા આરોપી એકદમ ઉશકેરાઇ ગયો હતો અને તેણે કારચાલક ફરિયાદીની સાથે ગાળો બોલીને બોલાચાલી કરી હતી ને ત્યારબાદ બે અજાણ્યા શખ્સો પણ ત્યા આવી ગયા હતા આ ત્રણેય શખ્સોએ કાર ચાલક સાથે ઝપાઝપી કરી હતી ત્યારે રવિ સોલંકીએ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરીને આજે પતાવી દેવો છે તેવું કહીને યુવાનને પેટના ભાગે છરી વડે હુમલો કરીને ઇજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં ફરિયાદી યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેને હાલમાં રવિ સોલંકી સાહિત્ય ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં રવિ નીતિનભાઈ સોલંકી જાતે વાણંદ (૨૭) રહે માધાપર શેરી નંબર ૧૭ મુનાભાઇ ગઢવીના મકાનમા વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

ઘાટીલા ગામે તલાવડી પાછળ દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ

માળીયા મીયાણા તાલુકાના ઘાટીલા ગામે તલાવડીની પાછળ બાવળીની કાંટમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલવા અંગેની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૬૦૦ લીટર આથો તથા તૈયાર ૨૦૦ લીટર દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૧૩,૨૦૦ ની કિંમતનો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ ચંદુભાઈ ઉપાસરીયા જાતે કોળી અને સુનિલભાઈ દેવાભાઈ ઉપાસરીયા જાતે કોળી રહે બંને જૂના ઘાટીલા વાળાનો હોવાનું સામે આવતા તેની સામે માળિયા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News