મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ધો. ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા વાય-૨૦ કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ધો. ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા વાય-૨૦ કાર્યક્રમ યોજાયો

ભારત દેશને જી-૨૦ નું પ્રતિનિધિત્વ મળ્યુ છે ત્યારે તેને લઈને સમગ્ર દેશની અંદર જુદી જુદી જગ્યાએ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ યોજતા હોય છે તેવામાં ભારત સરકારના મંથન સેલ વિભાગ દ્વારા શાળા કોલેજના બાળકો પણ જી-૨૦ નું મહત્વ સમજે તે હેતુ સાથે વાય-૨૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારત દેશના યુવાનો પણ અન્ય દેશ સાથે જી-૨૦ માં જે રીતે ડિબેટ કરવામાં આવતી હોય છે તેમજ એકબીજા દેશની માહિતી લઈને એકબીજા દેશ કઈ રીતે એકમેકનો સહયોગ આપીને વિકાસ કરી શકે અને આગળ વધી શકે તેની જે ચર્ચાઓ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ જુદા જુદા દેશની માહિતી મેળવી અને ત્યારબાદ તેમની વચ્ચે ચર્ચા થાય તેઓની વચ્ચે જુદાજુદા દેશની માહિતીની આપ લે થાય, ડિબેટ પણ યોજાઈ તે પ્રકારના આયોજનો કરવામાં આવતો હોય છે ત્યારે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ નાલંદા વિદ્યાલય ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને જુદા જુદા ૨૦ દેશની માહિતી એકત્રિત કરીને વિદ્યાર્થીઓ દ્વારા જુદાજુદા ૨૦ દેશના પ્રતિનિધિ બનીને તેઓની પાસે રહેલ માહિતી તેમાં રજૂ કરી હતી અને તેમના વચ્ચે ડિબેટ પણ યોજાઇ હતી આ તકે રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તે બદલ શાળાના સંચાલક જયેશભાઈ ગામી દ્વારા સર્વેની મહેનતને બિરદાવવામાં આવી હતી અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને અન્ય દેશ વિશેની ઘણી બધી માહિતી જાણવા મળી હતી જે તેઓને ભવિષ્યમાં ઉપયોગી પણ થશે




Latest News