મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી એલઆઇસી બ્રાન્ચે વિમેદારના મૃત્યુની અડધી કલાકમાં કલેઇમ મંજૂર કર્યો


SHARE





મોરબી એલઆઇસી બ્રાન્ચે વિમેદારના મૃત્યુની અડધી કલાકમાં કલેઇમ મંજૂર કર્યો

એલઆઇસી મોરબી બ્રાંચ દ્વારા ફક્ત ત્રિસ મીનીટમા મૃત્યુ દાવાનો કલેઇમ પાસ કરી કિર્તીમાન સ્થાપીત કરેલ છે. મળતી માહીતી પ્રમાણે ગત ૨૩ મી ઓગષ્ટના રોજ બ્રાંચ મેનેજર પ્રવિણ વાયસે અને કલેઇમ વિભાગ દ્વારા માત્ર ત્રિસ મીનીટમા મૃત્યુ દાવો સેટલ કરી નવો કિર્તીમાન સ્થાપીત કરેલ છે.

મોરબી એલઆઇસી બ્રાંચના બ્રાંચ મેનેજર પ્રવિણ એલ.વાયસેએ યાદીમાં જણાવે છે કે સ્વ.ભરત મોહનભાઈ કાસુંદ્રાના મૃત્યુ દાવાની પ્રક્રિયા માત્ર ત્રીસ મીનીટમા પતાવીને ખુબજ ઝડપથી મૃત્યુ દાવો પાસ કરેલ છે.તેમના વારસદાર નિલેશભાઇ મોહનભાઈ કાસુંદરાએ એલઆઇસી દ્વારા કરેલ ત્વરીત દાવા પ્રક્રિયાથી પ્રભાવિત થઈ લાગણી સભર આભાર વ્યક્ત કરેલ છે.આ અવસરે સમાજમા પણ એલઆઇસી દ્વારા ખુબજ સરાહનીય કાર્ય થયેલ છે તેને વધાવેલ છે. એલઆઇસીએ પોતાના સુત્ર પ્રમાણે સમાજમા સંપાદીત કરેલ વિશ્વાસને સાર્થક કરેલ છે.

બ્રાંચ મેનેજર દ્વારા ખાસ જણાવેલ છે. કે સમાજના દરેક નાગરિકે ઓછામા ઓછી એલઆઇસીની એક પોલીસી તો લેવી જ જોઈએ.કારણ કે જીવન એ હર હંમેશ અનિશ્ચિત છે. ત્યારે આપણા કુટુંબને આર્થીક રક્ષણ પુરુ પાડે છે. વિમા દ્વારા કુટુંબને આર્થીક રક્ષણ મળે છે.આ દાવા પ્રક્રિયા પુરી કરવા માટે બ્રાંચ મેનેજર પ્રવિણ વાયસે, એજન્ટ પરેશ પટેલ હરિપર (ભુ.), વિકાસ અધિકારી મેહુલભાઇ સોલંકી, કલેઇમ વિભાગના સર્વે અધિકારીઓએ ખુબ જહેમત ઉઠાવેલ હતી.




Latest News