મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા પાસે હોટલની પાછળના જમીનમાં દાટીને રાખેલ દારૂની ૭ બોટલ કબ્જે: બુટલેગરની શોધખોળ


SHARE







હળવદના કેદારીયા પાસે હોટલની પાછળના જમીનમાં દાટીને રાખેલ દારૂની ૭ બોટલ કબ્જે: બુટલેગરની શોધખોળ

હળવદ માળીયા હાઇવે ઉપર કેદારીયા ગામ પાસે હોટલની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની સાત બોટલ મળી આવતા પોલીસે ૨૧૦૦ ની કિંમતની દારૂની બોટલો સ્થળ ઉપરથી કબજે કરી હતી અને આ દારૂનો જથ્થો કેદારીયા ગામના રહેવાસી શખ્સની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ માળિયા હાઇવે ઉપર કેદારીયા ગામ પાસે આવેલ ગોકુલ હોટલની પાછળના ભાગમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે જમીનમાં દાટીને છુપાવી રાખેલ દારૂની સાત બોટલો સ્થળ ઉપરથી મળી આવતા પોલીસે ૨૧૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂની બોટલો કેદારીયા ગામના રહેવાસી વિષ્ણુભાઈ સુંદરજીભાઈ સિહોરા જાતે કોળીની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News