મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા નજીક ડબલ સવારી બાઇક આડે ખૂંટિયો આવતા અકસ્માત: એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







ટંકારાના મિતાણા નજીક ડબલ સવારી બાઇક આડે ખૂંટિયો આવતા અકસ્માત: એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં

ટંકારા તાલુકાના મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ રૂખડિયા હનુમાન મંદિર પાસેથી ડબલ સવારી બાઈક કાચા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકની આડે ખૂંટિયો ઉતર્યો હતો અને ખૂંટીયા સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈકની પાછળના ભાગે બેઠેલા યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને બાઈક ચાલક યુવાને માથામાં અને શરીરને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવમાં હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા માંજરીયાભાઇ ઉર્ફે સુનિલભાઈ રત્નાભાઇ વસુનિયા (૪૫) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાગળાભાઈ ઉર્ફે રમણભાઈ વીરસીંગભાઇ બામણીયા (૨૯) રહે. મૂળ એમપી હાલ રહે જબલપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ રૂખડિયા હનુમાન મંદિર તરફ જવાના કાચા રસ્તા ઉપરથી તે પાગળાભાઈના બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈક નંબર જીજે ૧ સીડી ૬૭૭૨ ની આડે ખૂંટિયો ઉતર્યો હતો જેથી કરીને ખૂંટિયા સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલક પાગળાભાઈ ઉર્ફે રમણભાઈને માથામાં અને શરીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જોકે, બાઈકમાં પાછળના ભાગે બેઠેલ ફરિયાદી માંન્જરીયાભાઈ ઉર્ફે સુનિલભાઈને માથામાં ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત મૃત્યુના આ બનાવમાં ઈજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News