મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં જુગારની જુદીજુદી ચાર રેડ: નવ મહિલા સહિત કુલ ૨૨ જુગારી પકડાયા


SHARE











મોરબી શહેરમાં જુગારની જુદીજુદી ચાર રેડ: નવ મહિલા સહિત કુલ ૨૨ જુગારી પકડાયા

મોરબી શહેરના જુદાજુદા સ્થળે જુગારની ચાર રેડ કરવામાં આવી હતી ત્યારે નવા મહિલા સહિત કુલ મળીને ૨૨ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની સાથે રોકડ રકમ કબજે કરીને મોરબી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા ચાર ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ન્યુ રેલવે કોલોની મફતીયા પરામાં રહેતા હીનાબેન ભરતભાઈ સિંધવના ઘરની અંદર જુગાર રમતા હોવાની એ ડિવિઝન પોલીસને હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી હીનાબેન ભરતભાઈ સિંધવ (૩૮), શૈલેષભાઈ વશરામભાઈ ઇન્દરિયા (૩૬), ઉષાબેન દિનેશભાઈ પાટડીયા (૩૦) છાયાબેન દિલીપભાઈ કુંઢીયા (૨૬), શિલ્પાબેન રણજીતભાઈ ઇન્દરિયા (૨૪), શાહરૂખભાઇ રફિકભાઈ પઠાણ (૨૭), સાગરભાઇ રાજુભાઈ માલકીયા (૨૧), મહેશભાઈ સામતભાઈ વિજવાડીયા (૪૩) લાભુબેન રમેશભાઈ ઇન્દરિયા (૫૧) ડિમ્પલબેન વાસુદેવભાઈ પરમાર (૨૭), જસ્મીનબેન મોમીનખાન પઠાણ (૩૪), જુબેદાબેન હાજીભાઈ ખોખર (૭૦) અને શેરબાનુબેન રફિકભાઈ પઠાણ (૪૫) રહે. બધા નવલખી રોડ મફતીયાપરા અને ન્યુ રેલવે કોલોની વાળાની પોલીસે ૩૪૬૫૦ ની રોકડ સાથે ધરપકડ કરેલ છે

તો મોરબીના લાભનગરના ઝાંપા પાસે મંદિરની નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બી ડિવિઝન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિનેશભાઈ અમરશીભાઈ સાલાણી (૪૨), નરેશભાઈ મગનભાઈ સાલાણી (૩૦) અને ભરતભાઈ શામજીભાઈ થરેસા (૨૭) રહે ત્રણે લાભનગર મફતીયાપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૪૬૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

તેવી જ રીતે લાભનગરની પાછળના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી રવજીભાઈ જેરામભાઈ સાલાણી (૪૭), રામજીભાઈ જેરામભાઈ સાલાણી (૪૫) અને દિનેશભાઈ બીજલભાઇ ગજીયા (૫૫) રહે. મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૩૧૩૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના માધાપરના ઝાપા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આસિફભાઇ હાજીભાઈ જીંગીયા (૨૮), તયબભાઈ ઈસ્માઈલભાઈ કુરેશી (૬૫) અને રઘુભા મૂળુભા રાઠોડ (૬૦) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૮૦૦ ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે  






Latest News