મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે છરી સાથે ફોટો પડતાં શખ્સે સમું કેમ જોવે છે કહીને યુવાનને છરી-પાઇપ વડે માર માર્યો


SHARE







મોરબીના લાલપર પાસે છરી સાથે ફોટો પડતાં શખ્સે સમું કેમ જોવે છે કહીને યુવાનને છરી-પાઇપ વડે માર માર્યો

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે બસ સ્ટેન્ડ નજીક નાસ્તાની લારીએ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હાલમાં વળતી ફરિયાદ નોંધાઇ છે જેમાં છરી સાથે ફોટો પાડનારા આરોપી સામે જોતા ફરિયાદીને સામું કેમ જુઓ છો તેવું કહીને ગાળો આપી હતી ત્યારબાદ પેટના ભાગે છરી વડે ઈજા કરી હતી અને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલ વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ યદુનંદન સોસાયટી શેરી નં-૧ માં રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા ભગીરથસિંહ વીરભદ્રસિંહ ચુડાસમા જાતે દરબાર (૪૧) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ અને હમીરભાઇ રહે. બંને મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, લાલપર ગામે બસ સ્ટેશનની પાસે નાસ્તાની લારીએ તે નાસ્તો કરવા માટે ગયો હતો ત્યારે આરોપીઓ ત્યાં છરી સાથે ફોટો પાડતા હતા અને તેની સામે ફરિયાદીએ જોતા આરોપીઓએ સામું કેમ જુઓ છો તેવું કહીને ગાળો આપી હતી અને દિનેશના હાથમાં રહેલ છરી વડે ફરિયાદીને પેટના ભાગે ઇજા કરી હતી અને હમીરભાઈએ પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા ભગીરથસિંહ ચુડાસમાને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે દિનેશભાઈ અને હમીરભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી યાદ કરી છે અત્રે ઉલ્લેખનીએ છે કે મારામારીના આ બનાવ સંદર્ભે ગઈકાલે દિનેશભાઈએ ચાર શખ્સોની સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી આમ આ બનાવમાં સામસામે ફરિયાદો નોંધાતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News