મોરબી : પતિએ સાડી લેવાની ના પાડતા લાગી આવતા દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીમાં જુદીજુદી બે દુકાનમાંથી શંકાસ્પદ 42 મોબાઈલ સાથે 2 દુકાનદાર પકડાયા અબ કી બાર 100 કે પાર: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો પ્રતિ કિલોનો આજનો ભાવ 100.95, ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીમાં રહેતા યુવાનના બિહારના ગોપાલગંજ ખાતે આવેલ બીઓઆઈ ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડી ગયા ! મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવમાં એક મહિલા અને બે યુવાનના મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 8 મહિલા 39,750 ની રોકડ સાથે પકડાઈ મોરબીના ઊંચી માંડલ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સનો હુમલો: કારનો કાચ તોડી નાખ્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન-સ્નેહમિલનનો કાર્યક્રમ સાંસદની હાજરીમાં યોજાયો


SHARE







મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન-સ્નેહમિલનનો કાર્યક્રમ સાંસદની હાજરીમાં યોજાયો

મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 37 વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ કેશરિદેવસિંહ ઝાલા સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા 37 વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે 38 માં વર્ષે પણ પરંપરા મુજબ તા. 25 ને રવિવારે હવન યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે હવન-યજ્ઞાદિ 8:00 વાગ્યે શરૂ કરવામાં આવ્યો હતો અને તેની પૂર્ણાહુતિ 12:30 વાગ્યે કરવામાં આવી હતી આ વર્ષે જે યજ્ઞ યોજાયો હતો તેમાં યજમાન તરીકે સનાળા ગામના શક્તિસિંહ જશુભા ઝાલા, અદેપર ગામના બ્રિજરાજસિંહ ગુમાનસિંહ ઝાલા અને મોડપર ગામના ગજેન્દ્રસિંહ અણદૂભા ઝાલાનો પરિવાર બેઠેલ હતો અને યજ્ઞમાં આહુતિ આપી હતી.

ત્યાર બાદ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાજ્ય સભાના સાંસદ અને વાંકાનેરના મહારાજા કેશરિદેવસિંહ ઝાલા હાજર રહ્યા હતા. તે ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ જયુભા જાડેજા (જયદીપ કંપની), મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ દશરથસિંહ ઝાલા અને રઘુવીરસિંહ ઝાલા, ઝાલાવાડ ક્ષત્રિયા સમાજના પ્રમુખ રુદ્રસિંહજી ઝાલા, ગુજરાત રાજપૂત સંકલન સમિતિ મહિલા પાંખના પ્રમુખ ચેતનાબા જાડેજા, રંગપરના સરપંચ મેઘરાજસિંજ એન. ઝાલા સહિતના સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ શનાળાના શક્તિ માતાજીનાં મંદિરના મહંત સહિતના સંતો મહંતો હાજર રહ્યા હતા.

અંતમાં સાંસદ કેશરિદેવસિંહ ઝાલાએ કહ્યું હતું કે, મોરબી તથા ટંકારા તાલુકાના ઝાલા રાજપૂત સમાજ દ્વારા શક્ત શનાળા ખાતે છેલ્લા 37 વર્ષથી જે હવન-યજ્ઞની પરંપરા જાળવી રાખી છે તેમાં સમાજના દરેક લોકો આવે છે અને એકમેકને મળે છે જેથી સ્નેહમિલન જેવો કાર્યક્રમ તો યોજાય છે સાથોસાથ આવા માતાજીનાં આશીર્વાદ પણ મળે છે જેથી સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને એકતા જળવાઈ રહે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા અને ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા તથા રામસિંહ અલ્યાજી ઝાલા તથા મહામંત્રી દિવ્યરાજસિંહ જગુભા ઝાલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News