મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ


SHARE







મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ

પોસ્ટ ઓફિસ સામેના પાર્કિંગમાંથી આધેડનો મૃતદેહ મળ્યો, જ્યારે નવલખી રોડ પરથી મળેલા આશરે ૪૦ વર્ષીય યુવાનના વાલીવારસની પણ શોધખોળ

મોરબી શહેરમાં અલગ-અલગ બે સ્થળેથી મળી આવેલા અજાણ્યા પુરુષોના મૃતદેહના વાલીવારસની શોધખોળ માટે પોલીસે તપાસ હાથ ધરી છે.બંને મૃતકોની ઓળખ થાય તે માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

પોસ્ટ ઓફિસ સામે પાર્કિંગમાં આધેડને આંચકી આવ્યા બાદ મોત

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી પોસ્ટ ઓફિસની સામે આવેલા પાર્કિંગમાં ગત તા. ૨૩-૧૦-૨૬ના રોજ રાત્રિના સમયે એક અજાણ્યા પુરૂષને આંચકી આવતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાત્રે ૧૦:૫૫ વાગ્યે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તા.૨૪-૧૦-૨૬ના રોજ તેમનું મોત નીપજ્યું હતું.મૃતકનો દેખાવ શ્યામ વર્ણનો છે.તેમના વાળ સફેદ અને કાળા મિશ્રિત છે.તથા દાઢી-મૂછ ધરાવે છે. તેમણે પ્રિન્ટેડ શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલું હતું.આ અજાણ્યા મૃતકની ઓળખ અને વાલીવારસની શોધ માટે પોલીસે તપાસ શરૂ કરી છે.આ અંગે કોઈને માહિતી હોય તો તપાસ કરનાર પીએસઆઇ એચ.આર.જાડેજાનો મોબાઈલ નંબર ૭૨૧૧૧ ૦૯૮૬૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

નવલખી રોડ પરથી મળેલા આશરે ૪૦ વર્ષીય યુવાનના વાલીવારસની શોધ

બીજી ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવલખી રોડ પર શ્રદ્ધા પાર્ક તરફ જવાના રસ્તેથી આશરે ૪૦ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસની યાદી મુજબ, ગત તા. ૨૧-૧૦-૨૬ના રોજ રાત્રે ૧૧ વાગ્યે બીમારીના કારણે તેનું મોત થયું હતું.મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. મૃતકે ગ્રે કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું હતું. મૃતદેહની ઓળખ થાય અને વાલીવારસ મળી શકે તે હેતુથી મૃતદેહને રાજકોટની સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.આ બનાવમાં પણ પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.આ અંગે કોઈને જાણકારી હોય તો તપાસ કરનાર પીએસઆઇ બી.એ.ગઢવીના મોબાઈલ નંબર ૯૪૨૬૩ ૩૦૨૪૪ અથવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર ૬૩૫૯૬ ૨૬૦૪૮ ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. બંને અજાણ્યા મૃતકોની ઓળખ થાય અને તેમના પરિવારજનો સુધી માહિતી પહોંચે તે માટે પોલીસે નાગરિકોને જરૂરી જાણકારી આપવા અપીલ કરી છે.




Latest News