ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને સોનાના બિસ્કિટ સહિતનો લાખોનો મુદામાલ પડાવવાના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ: 2 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને સોનાના બિસ્કિટ સહિતનો લાખોનો મુદામાલ પડાવવાના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ: 2 દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં ખેડૂતને હનીટ્રેપનો શિકાર બનાવીને તેને બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ તેની પાસેથી સોનાના ચાર બિસ્કીટરોકડા 1 લાખ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન આમ કુલ મળીને 53.50 લાખનો મુદામાલ પડાવી લેવામાં આવ્યો હતો જેથી ખેડૂત્તે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે હાલમાં મહિલા આરોપીની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરીને તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

થોડા દિવસો પહેલા મોરબીના રવાપર ગામે રહેતા ભરતભાઈ નામના આધેડ ખેડૂતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સાહિત કુલ મળીને આઠ શખ્સોની સામે હનીટ્રેપની ફરિયાદ કરી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, તેઓને ખેતી કામ માટે ખેત મજૂરની જરૂર હતી. જેથી ફરિયાદી આરોપી પાંચાભાઇ કોળીને ઓળખતા હોય તેને મજૂર માટેની વાત કરી હતી. ત્યાર બાદ તેના મારફતે ખુશી નામની મહિલાનો સંપર્ક થયો હતો. જો કેતેની પાસે આધાર પુરાવા ન હોય ફરિયાદીએ તેને કામે રાખી ન હતી. ત્યાર બાદ ખુશીએ ફોનથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને તેને કામની ખુબજ જરૂર છે તેવું કહ્યું હતું. 

ત્યાર બાદમાં તે મહિલાને મોરબીના ઉમિયા સર્કલથી ફરિયાદી તેને વાડીએ લઈ ગયા હતા. ત્યારે વાડીએ પહોંચીને તે મહિલાએ પોતાના કપડાં કાઢીને ફરિયાદીને બથ ભરી લીધી હતી. તેવામાં બીજા આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તેમજ મહિલાના ફોટા અને વીડીયા બનાવી લીધા હતા. જેને વાયરલ કરવાની અને બળાત્કાર તેમજ છેડતીના કેસમાં ફિટ કરી દેવાની ફરિયાદીને ધમકી આપી હતી. ત્યાર બાદ ફરિયાદી પાસેથી 4 સોનાના બિસ્કીટ, અઢી તોલાનો સોનાનો ચેન1 લાખ રોકડા રૂપિયા આમ કુલ મળીને 53,50,000 નો મુદામાલ પડાવી લેવામાં આવેલ હતો અને વધુ રૂપિયા પડાવવા માટે ફરિયાદીનું અપહરણ કરીને ગોંધી રાખીને ધમકીઓ આપી હતી.

જેથી કંટાળીને આધેડે એક મહિલા સહિત કુલ 8 લોકોની સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પહેલા પોલીસે આરોપી જીલુભાઇ વિહાભાઈ પરસાડીયામુકેશભાઈ મફાભાઈ આલ, કરણભાઈ દેવરાજભાઈ વરુ, પાંચાભાઇ કાનજીભાઈ માણસુરીયા, દેવાંગભાઈ હરજીભાઈ વેલાણી, રમેશ ઉર્ફે રામ મેરાભાઈ હાડગડા અને હિતેશ ગોકલભાઈ મેરની ધરપકડ કરેલ હતી આ તમામ આરોપીઓ હાલમાં જેલ હવાલે છે તેવામાં તપાસનીસ અધિકારી પીએસઆઇ જે.સી.ગોહિલ અને તેના સ્ટાફ દ્વારા મહિલા આરોપી પિંકીબેન ઉર્ફે ખુશી જીતેશભાઇ વસાવા રહે. સોનીવાડ પંચોલીની વાડી પાસે રાજપીપળા નાંદોર નર્મદા હાલ રહે. રેલ નગર ફાયર બિગ્રેડ પાસે રાજકોટ વાળીની ધરપકડ કરી હતી અને અને રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 






Latest News