મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પોલીસ હેડ ક્વાર્ટર નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થતાં એક યુવાનનું મોત, એકને ઇજા


SHARE







મોરબીના પોલીસ હેડ ક્વાર્ટર નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થતાં એક યુવાનનું મોત, એકને ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે પોલીસ હેડ ક્વાર્ટર નજીકથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક ચાલકે બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા વિપુલભાઈ ભરતભાઈ વરાણીયા (25)એ હાલમાં મૃતક યુવાન બાબુભાઈ ઉર્ફે રાજુની સામે ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યુ છેકે, ગત તા. 31 ના રોજ બપોરે તે મોરબીમાં હતો ત્યારે તેનો મિત્ર બાબુભાઈ ઉર્ફે રાજુ બાઈક નંબર જીજે 36 બીએ 1273 લઈને આવ્યા હતા અને ત્યારબાદ તે બંને મોરબી શહેરમાં ફરવા માટે થઈને ગયા હતા ત્યારબાદ મોરબીના જાંબુડીયા મચ્છુનગર વિસ્તારમાં કારખાનામાં કામ સબબ ગયા હતા અને ત્યાં તેઓએ ભોજન કર્યું હતું અને ત્યારબાદ મકનસર પાસે કારખાનામાં કામ હોવાથી તેઓ ડબલ સવારી બાઈકમાં ત્યાં જઈ રહ્યા હતા તેવામાં મકનસર નજીક આવેલ પોલીસ હેડ ક્વાર્ટર પાસે બાઇક સ્લીપ થયું હતું જે બનાવમાં બાબુભાઈ અને ફરિયાદી બંનેને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં બાબુભાઈને વધુ ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જોકે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલા યુવાને આપેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News