મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં 8 શખ્સો સામે 11 લાખથી વધુના સાયબર ફ્રોડની નામ જોગ જુદીજુદી બે ફરિયાદ નોંધાઈ


SHARE







મોરબી જીલ્લામાં 8 શખ્સો સામે 11 લાખથી વધુના સાયબર ફ્રોડની નામ જોગ જુદીજુદી બે ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડને લગતી ફરિયાદો ધડાધડ નોંધવામાં આવી રહી છે તેવામાં મોરબી એ ડિવિઝન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વધુ બે ગુના નોંધાયેલ છે જેમાં કુલ મળીને 11 લાખથી વધુની રકમનું સાયબર ફ્રોડની કરીને રકમને સગેવગે કરવામાં આવેલ છે જેથી પોલીસે જુદાજુદા ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા હતા જેથી સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી કોઈ પણ બેંક એકાઉન્ટમાં રૂપિયા લેવામાં આવ્યા હોય તો તે બેન્ક એકાઉન્ટના ધારક સહિતની આખી સિન્ડિકેટરને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરીને ધડોધડ ગુના નોંધીને આરોપીઓને પકડવાની શરૂઆત કરી છે તેવામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધુ એક ફરિયાદ નોંધાયેલ છે જેમાં શાહિદભાઈ સુભાભાઈ મુલતાની રહે. ભુવનેશ્વરી પાર્ક શોભેશ્વર રોડ મોરબી, વિરલભાઈ હિંમતભાઈ ઇસલામીયા અને દિપેશ હિંમતભાઈ ઇસલામીયા રહે. બંને મોરબી તથા સમીર બદીયાણી રહે. રાજકોટ અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

આ ગુનાની વધુમાં પોલીસે પાસેથી મળેલ માહિતી મુજબ બેંક એકાઉન્ટ ધારાકના આઈડીબીઆઇ બેન્કના એકાઉન્ટમાં સમીર બદીયાણી મારફતે 9,08,785 રૂપિયા આવ્યા હતા તે વિરલ તથા તેના ભાઈ દિપેશ અને તેની સાથેના અન્ય શખ્સોએ આર્થિક લાભ મેળવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી નાણા મેળવ્યા હતા અને તેને અન્ય બેન્ક એકાઉન્ટ ધારકોને કમિશનની લાલચ આપી સાબર ફ્રોડ કે છેતરપિંડીના નાણા ચેક કે એટીએમથી વિડ્રો કરી સગેવગે કર્યા હતા અને આર્થિક લાભ મેળવેલ હતો જેથી એ ડિવિઝનની ટીમે આ ગુનામાં આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપી શાહિદભાઈ સુભાભાઈ મુલતાની (41) રહે. ભુનેશ્વરી પાર્ક સોઓરડી મોરબી વાળાની ધરપકડ કરવામાં આવે છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી જિલ્લા સાબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વસંત જયરાજભાઇ વાઘેલા રહે. કોળીની વાડી રોકડિયા હનુમાન મંદિર પાસે મોરબી, લાલજીભાઈ શામજીભાઈ દેગામા રહે. માધાતા સોસાયટી પુરા મોરબી, રવિભાઈ ગઢવી રહે. મોરબી અને ગોપાલભાઈ ઉપસરીયા રહે. મધુપુર તાલુકો મોરબી તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાય છે જેમાં જણાવ્યું છે કે વસંત વાઘેલા અને લાલજીભાઈ દેગામાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી 2,01,120 રૂપિયા આવ્યા હતા જે રવિભાઈ ગઢવી અને ગોપાલભાઈ ઉપસરિયાએ લાગતા વળગતાઓ સાથે પૂર્વ આયોજિત કાવતરું રચીને તે રકમને બેન્ક એકાઉન્ટમાંથી ચેકથી કે એટીએમ મારફતે વીડ્રો કરી હતી અને તે નાણાને સગેવગે કર્યા હતા અને આર્થિક લાભ મેળવ્યો હતો જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News