મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પાવડયારી નજીક બાઇકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા આધેડનું મોત


SHARE







મોરબીના પાવડયારી નજીક બાઇકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા આધેડનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર પાવડયારીથી જસતગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર પેટ્રોલ પંપ પાસેની કટમાંથી આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઇકને બોલેરો પીકપ ગાડીના ચાલકે ડફેટ લીધું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી નજીકના પીપળી ગામે આવેલ મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા વિનુબેન પીઠાભાઈ ગોહેલ (50)એ બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે એડબલ્યુ 6203 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેતેઓના પતિ પીઠાભાઈ ગોહેલ પોતાનું બાઈક નંબર જીજે ડીજી 1258 લઈને મોરબીના જેતપર રોડ ઉપરથી પાવળીયારી થી જસમતગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર નાયરાના પેટ્રોલ પંપ સામે આવેલ કટમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડિવાઈડર ક્રોસ કરતાં સમયે તેઓના બાઇકને બોલેરો પીકપ ગાડીના ચાલકે હડફેટે લેતા ફરિયાદીના પતિને માથામાં તથા હાથે પગે ગંભીર ઇજા થઇ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News