મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી
Breaking news
Morbi Today

​​​​​​​ટંકારાના ધ્રોલીયા ગામેથી ગુમ થયેલ બે સગીર બાળકીઓને શોધીને તેના વાલીને સોંપવામાં આવી


SHARE









ટંકારાના ધ્રોલીયા ગામેથી ગુમ થયેલ બે સગીર બાળકીઓને શોધીને તેના વાલીને સોંપવામાં આવી

ટંકારા તાલુકાનાં ધ્રોલીયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કરતાં ખેડુત પરીવારની બે સગીર દીકરી ગુમ થયેલ હતી જેની ગામના સરપંચે ટંકારા પોલીસને તાત્કાલિક જાણ કરી હતી જેથી પોલીસે જુદીજુદી ટીમો બનાવીને સગીર વયની બે માસુમ દિકરીઓને શોધી કાઢવા માટે કવાયત શરૂ કરી હતી અને બંને બાળકીઓને હેમખેમ શોધી કાઢીને તેના વાલીને સોંપવામાં આવેલ છે.

મોરબીના એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા પીઆઇ કે.એમ.છાસિયા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં નેકનામ આઉટ પોસ્ટના રાજુભાઇ કોપાણીયા અને રાજેશભાઇ કણઝારીયા તથા કિશોરભાઇ દાવા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ટંકારા તાલુકાના ધ્રોલીયા ગામના સરપંચ બાબૂભાઇ ગમારાએ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, ધ્રોલીયા ગામની સીમમાં આવેલ ગ્રેનેસ્ટા રબરના કારખાનાની સામે દાઉદભાઇની વાડીમા રહેતા ખેતમજુરોની બે નાની દીકરીઓ રીનુ (6) તથા સવીતા (7) વાળી બંને સાંજના આશરે 6 થી 7 વાગ્યાના સુમારે વાડીએ રમત રમતા ઘરેથી દુકાને ચીજવસ્તુઓ લેવા માટે ગઈ હતી અને બંને ઘરે પરત આવેલ નથી જેથી ડીવાયએસપી સમીર સારડાની સુચના મુજબ પીઆઇ કે.એમ.છાસીયા દ્વારા જુદીજુદી ટીમો બનાવીને ધ્રોલીયા ગામના પાટીયાની આજુબાજુના કારખાનાઓમાં તથા વાડી વિસ્તારોમા અને અવાવરૂ જગ્યાએ ચેક કરવામાં આવ્યું હતું દરમ્યાન મોડી રાત્રીના ગુમ થનાર બંને સગીર વયની બાળાઓ ધ્રોલીયા ગામની સીમમા એક મગફળીના ખેતરમાંથી હેમખેમ મળી આવી હતી જેથી બંને બાળાઓને ડીવાયએસપી સમીર સારડા અને પીઆઇ કે.એમ.છાસીયાની હાજરીમાં તેના વાલીને સોંપી દેવામાં આવી હતી.




Latest News