વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયા-ઘુનડા રોડે ડબલ સવારી બાઇક ઇકો ગાડીમાં અથડાતાં બે વ્યક્તિના મોત


SHARE











ટંકારાના નાના ખીજડીયા-ઘુનડા રોડે ડબલ સવારી બાઇક ઇકો ગાડીમાં અથડાતાં બે વ્યક્તિના મોત

ટંકારાના નાના ખીજડીયા અને ઘુનડા રોડ ઉપર ડબલ સવારી બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનનું બાઇક ઇકો ગાડીમાં આગળથી અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક ઉપર જઇ રહેલા બંને યુવાનોને ગંભીર ઇજા થયેલ હોવાથી તે બંનેના મોત નિપજ્યાં હતા જે બનાવમાં ઇકો ગાડીના ચાલકની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા ખાનપર રોડ ઉપર ખાનપર ગામે રહેતા રાજેશભાઈ દેવકણભાઈ ઝુંજુવાડીયા (38)એ મૃતક બાઇક ચાલક અનિલભાઈ ખુમસિંગ મંડલોઈ રહે હાલ નાના ખીજડીયા નરભેરામભાઇ બારૈયાની વાડીએ મૂળ રહે એમપી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 4/8 ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં આરોપી પોતાના હવાલા વાળું બાઈક નંબર એમપી 46 ઝેડએફ 6515 લઈને નાના ખીજડીયાથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે વળાંકમાં કુલ સ્પીડમાં બાઈ ચલાવીને ફરિયાદીની ઈકો ગાડી નંબર જીજે 36 એસી 6268 સાથે બાઈક અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ચાલક અનિલ ખુમસિંગને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને તેની સાથે બાઈક ઉપર બેઠેલ રામ માંગુ બામણીયાને પણ માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું પણ મોત નીપજયું હતું આ બનાવમાં બાઇક ઉપર જઇ રહેલા બંને વ્યક્તિના મોત નીપજ્યા હતા જેથી હાલમાં ઇકો ગાડીના ચાલકની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News