મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

પૈસાદાર મંદબુદ્ધિ ? : મોરબીમાં આગળ જતી કારના ચાલકે અચાનક દરવાજો ખોલતા પાછળ આવતા બાઇકમાં સવાર બે લોકો ઇજાગ્રત


SHARE









પૈસાદાર મંદબુદ્ધિ ? : મોરબીમાં આગળ જતી કારના ચાલકે અચાનક દરવાજો ખોલતા પાછળ આવતા બાઇકમાં સવાર બે લોકો ઇજાગ્રત

મોરબીના શનાડા રોડ ઉપર આવેલ સરદાર બાગની પાસે આગળ જતી કારવાળાએ અચાનક દરવાજો ખોલતા કારની પાછળ ટુ-વ્હીલરમાં આવી રહેલ બે લોકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ વર્ધમાનનગર સોસાયટીમાં રહેતા પ્રભાબેન નિમાવત (ઉંમર ૭૫) તથા જગદીશ નરોત્તમભાઈ નિમાવત (૪૪) ને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.શનાળા રોડ સરદાર બાગ પાસે આગળ જતી કારવાળાએ અચાનક દરવાજો ખોલતા પાછળ આવતા ટુ-વ્હીલરમાં સવાર ઉપરોક્ત બંનેને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા.અત્રે નોંધનીય છે કે શહેરમાં પણ ઘણી વખત અને હાઇવે ઉપર પણ જોવા મળતું હોય છે કે ચાલુ કારે દરવાજો ખોલીને પાન-માવાની પિચકારી મારવા માટે દરવાજો ખોલવામાં આવતો હોય છે.આવા લોકોને પૈસાદાર મંદબુદ્ધિની વ્યાખ્યામાં ગણી શકાય તેવા લોકો કોક દી કોકનો જીવ લેશે.તેવુ પ્રબુધ્ધ નાગરીકોમાં ચર્ચાઇ રહ્યુ છે.

બાળક સારવારમાં
મોરબીના પીપળી રોડ એ.જે.કેમિકલ પાસે રહેતો પરેશ રાજુભાઈ ઠાકોર નામનો આઠ વર્ષનો બાળક સિસમ ગ્રેનાઈટો પાસે હતો ત્યાં કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટ લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે રંગપર ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારની લાયલીબેન કરણભાઈ નાયકા નામની ૨૫ વર્ષીય યુવતીને કોઈ જનાવર કરડી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના માટેલ પાસે આવેલ પંચમુખી કોલોનીમાં રહેતા લક્ષ્મીબેન બન્ટુભાઈ યાદવ નામની ૨૮ વર્ષની મહિલા કોઈ અજાણી દવા પી જતાં તેણીને અત્રે સારવાર માટે લાવવામાં આવી હતી જેથી સીટી બી ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી
યુવાનનું મોત

મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ સેલીટા ઇન્ડસ્ટ્રીઝ નામના યુનિટ પાસે રહીને મજૂર કામ કરતો ગોલુભાઇ બુધ્ધુભાઈ સરેયામ નામના ૩૪ વર્ષના યુવાનને ચક્કર આવતા બેભાન થઈને પડી ગયો હતો અને તેને સિવિલે લાવતા તેનું મોત થયું હતું.તે અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે નગર દરવાજા પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં મોહમ્મદનિસાર હુસેનભાઇ ચાનિયા (૪૭) રહે.વિશ્વકર્મા મંદિર મેઇન રોડને ઇજા પામેલ હાલતમાં અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વૃદ્ધા સારવારમાં

કચ્છના ગાંધીધામ પાસે આવેલ કિડાણા ગામના ભનીબેન રણછોડભાઈ ભીમાણી નામના ૬૧ વર્ષીય વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે બાઈકમાંથી પડી જતા અત્રેની સાગર ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના પ્રતાપગઢ ગામના પ્રકાશભાઈ અંબારામભાઈ મોરતરીયા નામના ૪૩ વર્ષના યુવાનને મોરબી શનાળા રોડ ઉપર બાઈકમાંથી પડી જતા ઈજા પામેલ હાલતમાં સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેરના લુણસર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે મોટર સાયકલ સહિત પડી જતા સોમાભાઈ મોહનભાઈ કુણપરા (૫૩) રહે.પલાસ તા.વાંકાનેરને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News