મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી મનપા દ્વારા આયોજિત ચેસ ટુર્નામેન્ટમાં 183 સ્પર્ધકોએ ભાગ લીધો


SHARE







મોરબી મનપા દ્વારા આયોજિત ચેસ ટુર્નામેન્ટમાં 183 સ્પર્ધકોએ ભાગ લીધો

મોરબી મનપા દ્વારા ઓપન મોરબી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જુદીજુદી બે કેટેગીરી રાખવામાં આવી હતી. જેમાં 18 વર્ષથી નાના 88 તથા તેનાથી મોટી ઉમરના 95 સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. અને આ તકે બહોળી સંખ્યામાં નગરજનો ત્યાં આવ્યા હતા અને આ સ્પર્ધામાં મનપાના કમિશ્નર તથા નાયબ કમિશ્નર દ્વારા પણ ભાગ લેવામા આવ્યો હતો. અને આ સ્પર્ધામાં 18 વર્ષથી નાના સ્પર્ધકોમાં પ્રથમ જૈનીલ પટેલ, દ્વિતીય રીયા કાથરાની, તૃતીય શિવાંક ઠોરિયા વિજેતા બનેલ છે જ્યારે 18 વર્ષથી મોટી ઉમરના સ્પર્ધકોમાં પ્રથમ કિશનભાઈ ભુવા, દ્વિતીય અનિલભાઈ કૈલા, તૃતીય જયદીપ સોલંકી વિજેતા બનેલ છે આ કાર્યક્રમના અંતમાં મનપા દ્વારા બંને શ્રેણીમાં વિજેતા બનેલા સ્પર્ધકોને અનુકમે 1500, 1500 અને 1000 રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. તેમજ દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.






Latest News