મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા: સજા પામેલ આરોપીને પકડી રાજકોટ જેલ હવાલે કર્યો


SHARE







ટંકારા: સજા પામેલ આરોપીને પકડી રાજકોટ જેલ હવાલે કર્યો

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સજા પામેલ તેમજ પકડ વોરંટ વાળા ઇસમોને તાત્કાલીક પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ટંકારા પોલીસ પ્રયત્નશીલ હતી દરમ્યાન રાજકોટની કોર્ટ દ્રારા ફોજદારી કેશ નં-૩૬૪૫/૨૦૧૯ ના કામે આરોપી મહેશભાઇ મગનભાઈ વામજા રહે. લજાઇ તાલુકો ટંકારા વાળાને ધી નેગોશીયલ ઇન્સ.એકટની કલમ-૧૩૮ ના કામે સજા ફરમાવેલ હોય જેના કામે મજકુર આરોપી નામદાર કોર્ટમાં હાજર થયેલ ન હોય જેથી નામદાર રાજકોટ કોર્ટનાઓએ આરોપીનુ ફરતુ વોરંટ ઇશ્યુ કરેલ હતું જે વોરંટની ગંભીરતા ધ્યાને લઇને આરોપી અંગે હકિકત મેળવી આરોપી મહેશભાઇ મગનભાઇ વામજા રહે. લજાઇ વાળાને પકડી નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા હુકમ કરતા આરોપીને રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News