મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરી કરેલ એક એક્ટિવા સહિત કુલ ચાર ચોરાઉ વાહન સાથે એક આરોપીની ધરપકડ; બીજા આરોપીની શોધખોળ


SHARE







મોરબીમાંથી ચોરી કરેલ એક એક્ટિવા સહિત કુલ ચાર ચોરાઉ વાહન સાથે એક આરોપીની ધરપકડ; બીજા આરોપીની શોધખોળ

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી વાહનની ચોરી કરવામાં આવી હોવાની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી જેથી કરીને વાહન ચોરને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને એલસીબીની ટીમે એક એક્ટિવા સહિત કુલ ચાર ચોરાઉ વાહન સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના જિજ્ઞાશાબેન કણસાગરા, જયસુખભાઇ વસીયાણી, શેખાભાઇ મોરી, જયેશભાઇ વાઘેલા તથા આશીફભાઇ રાઉમાએ એક ઇસમને નંબર પ્લેટ વગરના એક્ટીવાને લઈને જય રહ્યો હતો તેને રોકીને જરૂરી કાગળો તથા આધાર પુરાવા માંગતા તેની પાસે તે હતા નહીં અને એક્ટિવા ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેની વિષેશ પુછપરછ કરતા તેની પાસેથી બીજા ત્રણ ચોરાઉ બાઇક મળી આવ્યા હતા અને આ વાહનોની ચોરી તેના મિત્ર હનીફભાઇ કાસમભાઇ સધવાણી રહે. માલાણી શેરી માળીયા વાળાની સાથે મળીને કરી હોવાની કબૂલાત આપેલ છે જેથી આરોપી પાસેથી કૂલ મળીને 1.40 લાખની કિંમતના ચાર ચોરાઉ વાહન કબજે કરવામાં આવ્યા છે અને આરોપી અલાઉદીન શમસેર શુભાનભાઇ સધવાણી રહે. લાતી પ્લોટ જોન્સનગર શેરી નંબર-10 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં આરોપી હનીફભાઇ કાસમભાઇ સધવાણી રહે. માલાણી શેરી માળીયા વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News