મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરી કરેલા ચાર વાહનો સાથે બે શખ્સ પકડાયા: હવે વાહન ચોરીની ફરિયાદ લઈને કાર્યવાહી !


SHARE











મોરબીમાંથી ચોરી કરેલા ચાર વાહનો સાથે બે શખ્સ પકડાયા: હવે વાહન ચોરીની ફરિયાદ લઈને કાર્યવાહી !

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી વાહન ચોરીની ઘટનાઓ બનતી હોય છે તેવી જ રીતે અગાઉ જે લોકોના વાહનો ચોરાયા હતા તેમની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવી છે કારણ કે મોરબી શહેરના જુદા જુદા બે વિસ્તારમાંથી બે શખ્સોને પોલીસે શંકાસ્પદ હાલતમાં બાઇક સાથે પકડ્યા હતા અને ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી ચાર ચોરાઉ બાઇક મળી આવ્યા હતા જેથી પોલીસે તે ચારેય બાઇકને કબજે કર્યા છે અને બે આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ગોકુલ ફાર્મની બાજુમાં લોટસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર બી-4 નેટ નં-801 માં રહેતા દુર્લભજીભાઈ શીવાભાઈ કાવર (63) નું બાઇક જૂના બસ સ્ટેશન સામે સાવસર પ્લોટ સાગર ઓર્થોપેડિક દવાખાના નજીક તેનું બાઇક નં. જીજે 3 એચએમ 8985 પાર્ક કરીને મૂક્યું હતું જે 40 હજારના બાઈકની ચોરી થયેલ છે. તો જોન્સનગર વિસ્તારમાં રહેતા વિપુલભાઈ વિનોદભાઈ કુબાવત (29)એ જુના બસ સ્ટેશન પાસે આવેલ ગેબનશા પીરની દરગાહ પાસે પોતાનું એકટીવા નં. જીજે 36 પી 4655 પાર્ક કરીને મૂક્યું હતું જેથી 60 હજારના એક્ટિવાની ચોરી થયેલ છે જયારે રવાપર રોડે આવેલ વિવેકાનંદ નગરમાં રહેતા વિશાલભાઈ દિનેશભાઈ ચીખલીયા (36)એ પોતાનું બાઈક નં. જીજે 3 એચએલ 9562 પાર્ક કરીને મહેન્દ્ર ડ્રાઈવ રોડે આવેલ ગોલા બજારમાં હોન્ડાના શોરૂમ પાસે મૂક્યું હતું જે 20 હજારના બાઈકની ચોરી થયેલ છે આ ત્રણેય વ્યક્તિની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવેલ છે આવી જ રીતે મોરબીના કાંતિનગર વિસ્તારમાં રહેતા અનવરભાઈ ઉર્ફે દળી હાજીભાઈ માલાણી (52)એ પોતાનું બાઈક નં. જીજે 13 બીસી 5736 પાડા પુલ નીચેના ભાગમાં પાર્ક કરીને મૂક્યું હતું જે 35 હજારના બાઈકની ચોરી થયેલ છે જેની મોરબી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાયેલ છે.

જો કે, એકીસાથે ચાર બાઇક ચોરીના ગુના નોંધાયા એટ્લે ચોક્કસ ડિટેકશન હોય તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી એ ડિવિઝન પોલીસના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીમાં મકરાણીવાસ નદીના કાંઠા પાસેથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને પસાર થયેલ શખ્સને રોકીને પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી તેને પોલીસ સ્ટેશનને લાવ્યા હતા અને ત્યારબાદ વધુ આ શખ્સ પાસે રહેલ બાઇક ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું તેમજ તેની પાસેથી વધુ બે ચોરાઉ બાઇક મળી આવ્યા હતા આમ ત્રણ ચોરાઉ બાઈકની સાથે આરોપી મનોજ વરસીંગભાઇ જહાલીયા (26) રહે. હાલ જીન પ્લોટ વિસ્તાર ડો. લીંબાસીયાના દવાખાના પાસે હળવદ મૂળ રહે. શંખેશ્વર બસ સ્ટેશન પાસે સમી જિલ્લો પાટણ વાળાની ધરપકડ કરી હતી જ્યારે મોરબીના આલાપ રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને નીકળેલા શખ્સને રોકીને પૂછપરછ કરતા તેની પાસે રહેલ બાઈક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બાઈક સાથે હનીફ કાસમભાઈ સંધવાણી (35) રહે. માલાણી શેરી માળિયા વાળાની ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. ઉલેખનીય છેકે, પહેલા ચોરાઉ બાઇક સાથે આરોપી પકડાયા પછી વાહન ચોરીની ભોગ બનેલા લોકો પાસેથી ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.






Latest News