મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે ઘરમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસે ગેરકાયદે ગેસના બાટલાના રિફિંલિંગનો કર્યો પર્દાફાશ: કુલ મળીને 15.88 લાખનો મુદામાલ કબ્જે


SHARE











મોરબીના પીપળી ગામે ઘરમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસે ગેરકાયદે ગેસના બાટલાના રિફિંલિંગનો કર્યો પર્દાફાશ: કુલ મળીને 15.88 લાખનો મુદામાલ કબ્જે

મોરબીના નવી પીપળી ગામે આવેલ ઓમ પાર્કમાં રહેતા શખ્સનાં ઘરમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાં ગેસનું ગેરકાયદે રિફિંલિંગ પણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ગેસના ભરેલા અને ખાલી કુલ મળીને 91 બાટલા તેમજ બાટલાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતું વાહન મળીને 5.37 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ઘરને ચેક કરવામાં આવતા ઘરમાંથી 131 બોટલ દારૂ અને બિયરના 96 ટીન મળી આવ્યા હતા જેથી દારૂ બીયર તેમજ ક્રેટા ગાડી મળીને પોલીસે 10.51 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને જુદાજુદા બે ગુના નોંધીને આરોપીને પકડીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીના નવી પીપળી ગામે આવેલ ઓમ પાર્કમાં રહેતા સંદીપભાઈ રમેશભાઈ કાલરીયાના ઘરમાં ગેસના બાટલાનું જોખમી રીતે રિફિલિંગ કરવામાં આવતું હોવાની બાતમી આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગેરકાયદે ગેસના બાટલાનું રિફિલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને સુપર ગેસના ભરેલા 42 બાટલા, સુપર ગેસના નાના-મોટા 15 ખાલી બાટલા, ઇન્ડેન ગેસના ખાલી 18 બાટલા, એચપી કંપનીના ખાલી 16 બાટલા, એક વજન કાંટો, ગેસ રીફ્લિંગ માટે ઇલેક્ટ્રીક મોટર અને નોઝલ તથા ગેસના બાટલાની હેરીફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતું છોટાહાથી વાહન નંબર જીજે 36 વી 5456 સ્થળ ઉપરથી મળી આવતા પોલીસે કુલ મળીને 5,37,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સંદીપભાઈ રમેશભાઈ કાલરીયા (36) રહે, નવી પીપળી તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આટલું જ નહીં આ શખ્સનાં રહેણાંક મકાનને પોલીસે ચેક કર્યું હતું ત્યારે તેના ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 131 બોટલો તથા બિયરના 96 ટીન મળી આવ્યા હતા જેથી 2,51,340 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી ક્રેટા ગાડી જેની કિંમત 8,00,000 આમ કુલ મળીને 10,51,340 ની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી સંદીપભાઈ રમેશભાઈ કાલરીયા (36) રહે. નવી પીપળી તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ પણ ગુનો નોંધીને અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ શખ્સનાં ઘરની અંદરથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને આ બંને ગુનાની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.ડી. ભટ્ટ ને સોંપવામાં આવેલ છે.






Latest News