મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રાહત દરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કરાયું


SHARE







મોરબીમાં શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રાહત દરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કરાયું

છેલ્લા 35 વર્ષથી વધારે સમયથી મોરબી સહીત સમગ્ર મચ્છુકાંઠા વિસ્તારમાં મોરબી સ્થિત શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા અનેકવિધ સામાજીક, સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં સમુહલગ્નો, યજ્ઞોપવિત, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિતના આયોજનો કરવામાં આવતા હોય છે. ગતવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા મોરબી શહેર તથા સમગ્ર મચ્છુ વિસ્તારમાં વસવાટ કરતા મચ્છુકાંઠા વ્યાસજ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે શ્રી મચ્છુ કાંઠાવ્યાસ જ્ઞાતીના મકાન ખાતે ફૂલસ્કેપ નોટબુક (ચોપડાં) નું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું હતુ. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખના માર્ગદર્શન હેઠળ તમામ સભ્યોએ સુંદર વ્યવસ્થા સાથે ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News