મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી સગીરાના અપહરણના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE







મોરબી તાલુકામાંથી સગીરાના અપહરણના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના લીલાપર ગામેથી સગીરાનુ અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં સંડોવાયેલ બે આરોપીની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મધ્યપ્રદેશના ધાર જીલ્લાના તિરલા પોલીસ સ્ટેશનથી અપહરણ, પોકસો સહિતની કલમ હેઠળની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ઝીરો નંબરથી આવેલ હતી. ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોઈને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી. અને એસપી રાહુલ ત્રીપાઠીની સૂચના મુજબ અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તાલુકાનાં પીઆઇ એસ.કે. ચારેલ અને તેઓની ટિમ તપાસ કરી રહી હતી તેવામાં તાલુકાનાં પીએસઆઈ એસ.એચ.ભટ્ટ તથા નીરવભાઇ મકવાણા અને અર્જુનસિંહ પરમારે ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી મુખ્ય આરોપી કમલેશ હિરૂભાઈ અજનારને ભાવનગર ખાતે શોધી કાઢેલ તેમજ મહાવીરસિંહ પરમાર, વિજયભાઇ ડાંગર તથા શકતિસિંહ જાડેજાસહઆરોપી વિપીનભાઇ દસરીયાભાઇ બધેલને મોરબી તાલુકા લીલાપર ગામના પાછળ આવેલ પથ્થરની ખાણમાંથી શોધી કાઢી બંને આરોપીઓની ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે. 






Latest News