મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ દ્વારા ભારત સરકારના ત્રણ નવા ફોજદારી કાયદાની લોકોને સમજ આપવા સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબી જિલ્લા પોલીસ દ્વારા ભારત સરકારના ત્રણ નવા ફોજદારી કાયદાની લોકોને સમજ આપવા સ્પર્ધાનું આયોજન

મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લોકોને ભારત સરકારના ત્રણ નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023 ની સમજ આપવા માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને નવા ત્રણ કાયદા વિશે લોકોને માહિતી મળે તે હેતુથી ઓડિયો, વીડિયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કર્યું છે.

આ અંગેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, તા 6 થી 15 જૂન સુધીમાં ચિત્ર, ઓડિયો અને વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિજેતા બનેલા સ્પર્ધકને રોકડ ઈનામ આપવામાં આવશે. સ્પર્ધાનું પરિણામ તા 20 જૂનના રોજ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. અને સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વ્યક્તિને ચિત્રો, ઓડિયો અને વીડિયો ઈમેલ આઈડી ab-sp-morbi@gujarat.gov.in અથવા મોબાઈલ નં. 97732 39553 પર મોકલી આપવા જણાવ્યું છે. અને ખાસ કરીને કોઈપણ સ્પર્ધક એક જ સ્પર્ધામાં ભાગ લઈને તેની કૃતિ રજૂ કરી શકશે.






Latest News