મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં લાંચ સ્વીકારતા પકડાયેલ હેડ કોન્સટેબલના એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં લાંચ સ્વીકારતા પકડાયેલ હેડ કોન્સટેબલના એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં પોલીસમાં ખોટી અરજી કરવામાં આવી હતી જે અરજીમાં ગુનો દાખલ ન કરવા માટે અને અરજીનો નિકાલ કરવા માટે 2.50 લાખની લાંચની માંગણી કરી હતી અને તે પૈકીનાં 2.35 લાખ રૂપિયા સ્વીકારતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતો હેડ કોન્સેટબલ એસીબીના છટકામાં પકડાયેલ હતો જેની સામે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી અને રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી નહેરુ ગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતો હિતેશભાઈ મકવાણા નામનો હેડ કોન્સટેબલ અરજદાર પાસેથી દલવાડી ચાર રસ્તા પાસે આવેલ સુરેશ પાન પાર્લરની બાજુમાં લાંચ સ્વીકારતા બુધવારે મોડી સાંજે રંગે હાથ ઝડપાઈ ગયો હતો જેથી એસીબી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધીને એસીબીના અધિકારી તેની ધરપકડ કરી હતી અને આ પોલીસ કર્મચારી અરજદાર ફરીયાદી સામે કરવામાં આવેલ ખોટી અરજીમાં ગુનો ન નોંધવા માટે અને અરજીના નિકાલ માટે અરજદાર પાસેથી 2.50 લાખની લાંચ માંગી હતી અને તે પૈકીનાં 2.35 લાખ રૂપિયા આરોપીએ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે તેની ધરપકડ કરી હતી આ આરોપીને મોરબીની કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતો અને કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે તેવી માહિતી તપાસનીસ અધિકારી પીઆઇ દેકાવડિયા પાસેથી જાણવા મળેલ છે.






Latest News