મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો
Breaking news
Morbi Today

મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ


SHARE







મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ

મોરબીનો નવલખી રોડ દયનીય હાલતમાં હતો જેથી કરીને મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતાની આગેવાની હેઠળ માર્ગ મકાન વિભાગ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને ભંગાર રોડ રીપેર કરવાની માંગ કરી હતી અને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું દરમ્યાન હાલમાં તંત્ર કામે લાગ્યું છે અને રોડ ઉપર થીગડા મરવામાં આવી રહ્યા છે.

મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા અલ્પેશ કોઠીયાએ થોડા દિવસો પહેલા રોડ માટે જે રજૂઆત કરી હતી તેમાં જણાવ્યુ હતું કે, નવલખી રોડ ઉપર દરરોજના હજાર વાહનો પસાર થાય છે અને ખાસ કરીને ઓવર લોડ વાહનો વધુ પસાર થાય છે જેથી કરીને રોડમાં ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે અને ડામરને શોધવો પડે તેવી સ્થિતિ છે અને નાના વાહન ચાલકો તો ઠીક પરંતુ ટ્રક અને ડમ્પર જેવા વાહનના ચાલકો પણ રોડના ખાડા તારવવા માટેનો પ્રયાસ કરે છે જેના લીધે ઘણી વખત નાના મોટા અકસ્માતો થાય છે અને તેમાં ઘણા નિર્દોષ લોકોના જીવ પણ જાય છે. તેવામાં તાજેતરમાં ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ૩ યુવાનોના મોત નીપજયાં હતા ત્યાર બાદ તંત્રને રોડનું કામ કરવા માટે 7 દિવસનું અલ્ટિમેટમ આપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દરમ્યાન હાલમાં તંત્ર દ્વારા નવલખી રોડ ઉપર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે ત્યાં ડામરના ડગલાં કરીને થીગડા મારવામાં આવી રહી છે જો કે, આ રોડ ઉપરથી પસાર થતાં વાહનોના માલિકો પાસેથી ટેકસ સરકાર વસૂલ કરે છે આટલું જ નહીં પરંતુ કોલસા સહિતના માલની હેરફેરી કરવાના લીધે સરકારે કરોડો રૂપિયાની આવક થાય છે તો પણ લોકોને સારા રોડની સુવિધા મળતી નથી તે હકકીત છે.




Latest News